વલસાડ જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ વલસાડ કપરાડા ધરમપુર વાપી દે ધનાધન!વલસાડ જિલ્લામાં રવિવારે મેઘરાજાએ હળવા મૂડમાં એન્ટ્રી કરી રસ્તાઓ ભીના કરવા સાથે સર્વત્ર ઠંડકનો માહોલ પ્રસરાવ્યો હતો. જે બાદ બીજા દિવસે સોમવારે વહેલી સવારથી વરસાદી માહોલ યથાવત રહ્યો છે. ગોરંભાયેલા વાદળો વચ્ચે વહેલી સવારથી હળવા વરસતા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે.