નવસારીના મિયાઝરી ગામના નિવૃત્ત બી એસ એફના જવાનનું અકસ્માતમાં મોત ગામમાં ભારે શોકમય માહોલ

0
478

નવસારી જિલ્લા ના ચીખલી તાલુકાના મિયા ઝારી ગામના અર્ધ લશ્કરના નિવૃત્ત જવાન ગુલાબભાઈ ગાયકવાડ બી.એસ.એફ.માં 22 વર્ષ સુધી દેશની સેવા પછી નિવૃત્ત થઈ પોતાના પરિવાર સાથે જીવન વિતાવતા હતા. દમણ નોકરી પર જતી વખતે અકસ્માતમાં સારવાર દરમિયાન હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.

વલસાડ જિલ્લાના પારડી નેશનલ હાઇવે પર ટ્રક ચાલકની ભૂલના કારણે ગંભીર રીતે અકસ્માતમાં ઘાયલ થયા હતા.તેમની સારવાર કસ્તુરબા હોસ્પિટલ વલસાડમાં સારવાર થઈ રહી હતી . ગંભીર ઈજા પહોંચી હતી.ચાર દિવસની સારવાર દરમિયાન મોત થયું હતું.

અર્ધ લશ્કર નિવૃત્ત જવાન દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ દ્વારા જે બીએસએફ ના નિયમ મુજબ જે નિવૃત્ત જવાનને ગાર્ડ તરફથી સલામી આપવામાં આવે છે જે સંપૂર્ણ સન્નમાન સાથે સલામી ગાર્ડ આપવામાં આવી હતી.

મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો દ્વારા શ્રધાંજલિ આપી સ્મશાન યાત્રા જોડાયા હતા. સાથે આર્થિક મદદ અર્ધ લશ્કર ના વિભાગ દ્વારા જે મળે તે તેમજ ગુજરાત અર્ધ લશ્કર સંગઠન ના મારફતથી પણ આર્થિક સહાય શહીદ પરિવાર ને કરવામાં આવી હતી.ગુજરાત અર્ધ લશ્કર સંગઠન પરિવાર ના સદસ્યો એ શહીદ વિર ગુલાબભાઈ ના પાર્થિવ દેહ ને તિરંગા માં લપેટી જે સૈનિક તરીકે સન્માન આપવામાં આવે તે આપવામાં આવ્યું હતું. આજની જે દુઃખદ ઘટના બની હતી અને તે શક્ય આજના ગુજરાત અર્ધ લશ્કર સંગઠનના સહકાર થકી શક્ય બન્યું છે.

દક્ષિણ ગુજરાત માંથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અર્ધ લશ્કરના શહીદ પરિવાર ગામના લોકો એ જણાવ્યું અર્ધ લશ્કરના શહીદ પરિવાર અને નિવૃત્ત પરિવાર માટે ગુજરાત માં સંગઠન દ્વારા આજનો જે પ્રસંગ ઈતિહાસ માં પ્રથમ વખત જે પ્રસનીય કામગીરી બિરદાવી હતી.

વિર શહીદ ગુલાબભાઈ ગાયકવાડ ના અંતિમ યાત્રામાં દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ, ખુશાલભાઈ વાઢું જનરલ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, જગદીશભાઈ કો- ઓર્ડીનેટર ગુજરાત પ્રદેશ, તુલસીભાઈ ગુજરાત પ્રદેશ મંત્રી,વલ્લભભાઈ સંગઠન મંત્રી ગુજરાત પ્રદેશ, બીપીનભાઈ મંત્રી,મોહનભાઈ મંત્રી, મુકેશભાઈ વલસાડ જિલ્લા પ્રમુખ નવસારી અને વલસાડ જિલ્લા ના અર્ધ લશ્કર સંગઠનના મોટી સંખ્યામાં પરિવારના સદસ્યો હાજર રહ્યા હતા .

બી એસ એફના ગાંધીનગર થી વિર શહીદ ને સલામી આપવા માટે ઇન્સ્પેક્ટર ધનીરામ શર્મા અને તેમની સાથે ત્રણ જવાન આવી મૃતક ગુલાબ ભાઇ ગાયકવાડ ને સન્નમાન સાથે સલામી આપવામાં આવી હતી તેમજ તેમના પરિવાર ના સદસ્યો ને સાત્વનાં આપી અને ગુજરાત અર્ધ લશ્કર પરિવાર આ દુઃખ ની ઘડી એ પરિવાર સાથેજ છે તેવું આશ્વાસન દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અને સમગ્ર ગુજરાત અર્ધ લશ્કર સંગઠન ના પરિવાર ના સદસ્યો સાથે હોવાનું જણાવ્યું હતું.પરિવાર પર આકસ્મિક ઘટના સંપૂર્ણ સહકાર આપવા ખાત્રી આપવામાં આવી હતી.

Ad…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here