વલસાડ જિલ્લાના નેશનલ હાઈવે ધરમપુર વાપી અને પારડી કપરાડા ચોમાસાની શરૂઆતમાં ખાડા પડયા

0
282

વલસાડ જિલ્લાના નેશનલ હાઈવે ધરમપુર વાપી અને પારડી કપરાડા ચોમાસાની શરૂઆતમાં ખાડા પડયા

દક્ષિણ ગુજરાતમાં ગુજરાત અને મહારાષ્ટ્ર સાથે વલસાડ જિલ્લાના મુખ્ય વાહન વ્યવહાર માટે ઉપયોગી માર્ગ નેશનલ હાઇવે અને સ્ટેટ અને પંચાયતના માર્ગ વહીવટી તંત્રની લાપરવાહી ચોમાસામાં પડેલા ખાડા રીપેર કામ કરવામાં ના આવતા હજુ ચોમાસાની શરૂઆત થઈ છે પ્રીમોન્સૂન કામગીરીમાં લાપરવાહી થકી વાહનો ચાલકો માટે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

ચોમાસું બાદ નાનાપોઢા થી કપરાડા વાપી થી ધરમપુર ચોમાસામાં પડેલા ખાડાઓમાં વરસાદી પાણી ભરાતાં વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ બાદ પરંતુ હજુ સુધી જે કામ બાકી હતું માત્ર મોટા ખાડા પૂરવમાં આવિયા હતા.હજુ સુધીમાં કોન્ટ્રકટર દ્વારા કરવામાં આવેલા કામમાં બેદકારી સામે આવી છે. કોન્ટ્રાકટર જે કામ ગેરેન્ટી પિરિયડ હતો પણ કામમાં કોન્ટ્રાક્ટ દ્વારા ગેરરીતિઓ કરવામાં આવી છે જે ગત ચોમાસામાં પડેલા ખાડા પડયા હતાં એ આજે પણ હયાત જોવા મળશે. બીજા ચોમાસાની ઋતુ શરૂઆત થઈ છે ત્યાં સુધીમાં ખાડા કેમ પુરવામાં આવ્યા નથી. ચોક્કસ કહી શકાય કોન્ટ્રાક્ટર કોના આશીર્વાદ છે.

માર્ગ -મકાન મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા રાજ્યમાં વરસાદ બાદ રસ્તાઓ ધોવાઈ જવાના બાબતે ઓક્ટોબર 2021 માં અભિયાન ચલાવવામાં આવ્યુ હતુ એ ક્યાં ગાયબ થઇ ગયું .

નાનાપોઢા કોલક નદી વડખંભા પાર નદી, ધરમપુર નજીકમાં તાન માન નદી પર ચોમાસામાં પડેલા ખાડા પુરાયા હતા પણ કામની કોઈ ગુણવત્તા નથી જે કામ ગુણવત્તા વગરનું હતું એ ખાડા હાલમાં ચોમાસાની શરૂઆત પડી ગયા છે.

નાનાપઢા કોલક નદી પુલ

ઉલ્લેખનીય છે. હજુ વરસાદ બંધ થયો છે ડામરના પ્લાટ ચાલુ છે એક થી બે દિવસમાં ખાડા પુરી સકાય પણ વહીવટી તંત્રની લાપરવાહી ખાડા પડયા પુરી ના શકે. હવે વરસાદમાં પાણી ભરાઈ જવાથી વર્ષોથી જે સમસ્યાઓ એની એજ રહશે.

નેશનલ હાઈવે પરના પૂલ રોડ માત્ર 15 દિવસોમાં મસ મોટા ખાડા પડી જશે ગત વર્ષ કરતા આ વર્ષમાં વાહન વ્યવહાર માટે ભારે મુશ્કેલીઓ ભોગવવી પડશે.

ગ્રામ્ય વિસ્તારોમાં માં પણ નવા બનેલા રસ્તા પણ વરસાદ ની શરૂઆત માં ખાડા પડવાની શરૂઆત થઈ ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here