અકસ્માત/ નેશનલ હાઈવે પર કપરાડાના કુંભઘાટમાં ગમખ્વાર અકસ્માતમાં ટ્રકના ચાલક સહિત ત્રણ વ્યક્તિના મોત એક ગંભીર

0
2138

અકસ્માત/ નેશનલ હાઈવે પર કપરાડાના કુંભઘાટમાં ગમખ્વાર અકસ્માતમાં ટ્રકના ચાલક સહિત ત્રણ વ્યક્તિના મોત એક ગંભીર

પારડી થી નાસિક નેશનલ હાઈવે 484 કપરાડા ના કુંભઘાટ વર્ષોથી મોતનો ઘાટ બની ગયો છે. પ્રતિ રોજ અકસ્માત બનતા હોય છે. નેશનલ હાઈવે દ્વારા થતા અકસ્માત આજદિન સુધીમાં યોગ્ય ટેક્નિકલ અકસ્માત અટકાવી શકાય એવા કોઈ વાંધાજનક ક્ષતિ શોધવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા નથી.કયા સુધી અનેક અકસ્માતોની થતા રહશે. કુંભઘાટમાં દરોજ 5 થી 7 વાહનો ઉભા જોવા મળે છે. જેની નેશનલ હાઇવે કે પોલીસ દ્વારા કોઈપણ નોંધ લેવા આવતી નથી.આજ સુધીમાં અનેક અકસ્માત એકીસાથે અકસ્માત થતા હોય છે.

આજની અકસ્માતની ઘટનામાં એક ટ્રકમાં પંચર પડતા ટ્રક ઉભી રાખી ને ટ્રક ચાલક ટાયર બદલી રહ્યા હતા. તે સમયે બીજી ટ્રક ચાલકે ટાયર બદલી રહેલી ટ્રક ને ટક્કર મારતાં પંચર બનાવી રહેલા સુરેશ કુમાર શિવશક્તિવેલ રહેવાસી પાચમપાલન તમિલનાડુ અને મણીશંકર કૃષ્ણકુમાર રહેવાસી શીમાંનુંકાંડુ પલાની ગોડાપાલા તા. કિલનપાટી જી.ઇદોર તમિલનાડુનું કરૂણ મોત નિપજ્યું હતું.જ્યારે અકસ્માત સર્જનાર ટ્રક પલ્ટી ખાઈ જતાં ચાલક ગણેશ શંકર ગજરે રહેવાસી હનમતવડી બસવા કલ્યાણી તાલુકા બીદર કર્ણાટક નું પણ મોત નીપજ્યું હતું અને એક વ્યક્તિને ઇજા થતાં હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટનાની માહિતી મળતા કપરાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતકો ના પરિવાર જનો ને જાણ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

કપરાડા ના કુંભઘાટ વારંવાર અકસ્માત થતા હોય છે અનેક જીવ ગુમાવ્યા છે. આ સરકાર દ્વારા ગંભીરતાથી નોંધ લેવી જોઈએ જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં કેમ નથી આવતી. અગાઉ અકસ્માત બાબતે કપરાડા કોર્ટ દ્વારા પોલીસ વિભાગ ને જાણ કરવામાં આવી હતી યોગ્ય તપાસ માટે જાણ કરવામાં આવી હતી. એ તપાસ કયા અટકી હશે ?

ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરીમાં કપરાડાની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફ.ક. કોર્ટના જજે અકસ્માતના એક કેસમાં આપેલા ચુકાદામાં, રસ્તાની મરામત અને મેન્ટેનન્સ નહીં કરતા ને.હા. ઓથોરિટીના અધિકારી તેમજ કોન્ટ્રાકટરો સામે કાયદેસરની કાર્યવાહી કરવા વલસાડ એસ.પી.ને તાકીદ કરતી ઐતિહાસિક નોંધ કરતા, આ મામલો ચર્ચાને એરણે ચઢ્યો હતો.અકસ્માતોની વધતી જતી ઘટનાઓને રોકવા માટે કપરાડા તથા નાનાપોઢા પોલીસ દ્વારા કાર્યપાલક ઇજનેર, હાઇવે ઓથોરિટીને વારંવાર પત્રો લખીને યોગ્ય કાર્યવાહી કરવા જણાવવા છતાં તંત્રએ કંઇ જ ના કર્યું હતુ પરિણામે અકસ્માતોમાં ઘટાડો થયો નહીં. જેથી કપરાડા કોર્ટે તેમના કાર્યક્ષેત્રમાં જીવલેણ અકસ્માતોમાં ઘટાડો કરવાના કાર્યોમાં કોણે બેદરકારી દાખવી છે તેની તપાસ કરતા, પોલીસ તરફથી વારંવાર પત્રવ્યવહાર કરી ધ્યાન દોરવા છતાં હાઇવે ઓથોરિટીએ બેદરકારી દાખવી હોવાનું ફલીત થતું હોવાથી કોર્ટે અધિકારીઓ તેમજ રોડનું મેન્ટેનન્સ નહીં કરતા કોન્ટ્રાકટરો સામે કાયદેસરની કાર્યવાહી કરવા વલસાડ ડી.એસ.પી.ને તાકીદ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here