( રોડનું ઉદઘાટન ની ફાઇલ ફોટો )
- રોડનું ખાતમુહૂર્ત 3 મહિના પહેલા કરવામાં આવ્યું હતું હજુ સુધીમાં રોડ બન્યાં નથી.
- આપણા કહેવતા સમાજ સેવકો પોતે કોન્ટ્રાક્ટર બની ઉદ્ઘાટન ના અભરખા રાખી લોકોને મૂર્ખ બનાવી રહ્યા છે.
- રોહિયાળ ગામમાં સ્થાનિક લોકોની રુબરુ મુલાકાત કરી છે. રોડની સમસ્યાઓ હોઈ એની તપાસ કરી યોગ્ય સમસ્યા હલ કરવામાં આવશે : જ્યેન્દ્ર ગાંવિત આદિવાસી નેતા કપરાડા
કપરાડાના રોહિયાળ તલાટ ગામમાં આઝાદીના 75 વર્ષ બાદ પણ મૂળભૂત સુવિધાઓનો અભાવ ગામલોકોને હાલાકી
દેશના સ્વતંત્રતાના 75 વર્ષ પછી પણ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના રોહિયાળ તલાટ ગામમાં શાળાઓ, હૉસ્પિટલો, પાણી અને રસ્તા જેવી પાયાની સુવિધાઓનો અભાવ છે. ગામની દયનીય સ્થિતિનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે મોટી સંખ્યામાં વસ્તી નિરક્ષર છે અને તેમની નવી પેઢીમાં પણ ગામમાં શૈક્ષણિક સુવિધાઓનો અભાવ છે.અન્ય વિસ્તારોમાં મજૂરી કરી જીવન ગુજારે છે.સ્થાનિકોની 11 વર્ષથી અવારનવાર રજૂઆત છતાં તંત્ર બેધ્યાન, 108 પણ જઇ શકે તેવી સ્થિતિમાં રસ્તો નથી
આપણી સરકાર દ્વારા વિકાસને વેગ આપવા માટે અનેક જાહેરાતો કરાઇ છતાં હજુ સુધી પહોંચી નથી રોહિયાળ તલાટ ગામના મૂળ ગામ ફળિયામાં અનેકવાર રજૂઆતો કરવા છતાં આઝાદીના 75 વર્ષ બાદ પણ આજદિન સુધી રસ્તાની સુવિધા મળી શકી નથી. સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં સુતેલુ તંત્ર હજી જાગ્યું નથી. રસ્તો ન હોવાથી લોકોને ભારે હાલાકિનો સામનો કરવો પડે છે. સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસા દરમિયાન વધારે વરસાદ થાય તો લોકોને હાલાકિનો સામનો કરવો પડે છે. એમ્બ્યુલન્સ પણ લોકોના ઘર સુધી પહોંચી શકતી નથી, જેના કારણે ઈમરજન્સી સારવારની જરૂર હોય એવા લોકોનો જીવ બચાવવો પણ ક્યારેક અઘરો પડે ખરાબ રસ્તાના કારણે મહિલા અને બાળકને ઘણી મુશ્કેલી પડે છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, વર્ષોથી કોઈ કામ કરાતું નથી. ચૂંટણીના સમયે આવતા નેતાઓ દ્વારા પણ વાયદા જ કરાય છે ક્યારે પણ રસ્તાનું કામ કરી આપવામાં આવ્યું નથી.
આદિવાસી નેતા જ્યેન્દ્ર ગાંવિત ગામના યુવાનો અને ગામના સરપંચ સાથે રોડની સમસ્યાઓ ભેગા મળી યોગ્ય સમસ્યા હલ કરવા માટે ગામના યુવાનો જ્યાં પણ યોગ્ય રજૂઆતો કરવામાં માટે સંપૂર્ણ ગામના સરપંચ ને સહકાર આપવા તૈયારિયો બતાવી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ રસ્તો અનેક રજૂઆતો છતાં બનતો નથી. સ્થાનિકોની માંગ છે કે, તાત્કાલિક ધોરણે કોઈ પગલાં લઈને આ રસ્તાનું નવિનીકરણ કે મરામત કરવામાં આવે એ ખૂબ જરૂરી બન્યું છે. લોકોને ભારે હાલાકિનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તો બનાવાય તો જ ગ્રામજનો મોટી રાહત થશે. જ્યારે તંત્ર દ્વારા સત્વરે આ રસ્તાનું નવિનીકરણ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.
બીમાર જે કોઇ આકસ્મિક પરિસ્થિતિ હોય તો 108 એમ્બ્યુલન્સ પણ અહીં સુધી આવી શકતી નથી અને અહીંથી પીડિતને લઈ જવામાં ભારે મુશ્કેલી પડે છે
માજી. સરપંચ પોતે કોન્ટ્રાક્ટ લીધો હોવાનું જાણવા મળતા જણાવ્યું કે ચંદર ગાયકવાડ ને કામ આપવામાં આવ્યું છે.ચંદર ગાયકવાડ જણાવ્યું કે તાલુકા પ્રમુખ મોહનભાઈ ગરેલ ને આપવામાં આવ્યું છે. પરંતુ મોહનભાઈ ગરેલ જણાવ્યું હું એ રોડ અંગેજાણતો નથી. હવે ગામ લોકોને ગોળ ગોળ જવાબો મળતા ગામ લોકોને રોડ બાબતે કોન્ટ્રાકટર અને માજી સરપંચ દ્વારા રોડ કયાંક ગાયબ કરવામાં આવ્યો છે.
રોહિયાળ તલાટ મૂળગામ ફળિયામાં રસ્તા માટે સ્ટેમ્પ ડયુટી ગ્રાંટમાંથી મંજૂર થયેલી છે અને કોન્ટ્રાકટર દ્વારા એસ્ટીમેટ લઈ કોન્ટ્રાકટરને કામ પણ આપી દેવામાં આવ્યું હોવાનુંજણાવ્યું છે.જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ અને એ કામ કેમ ના કરવામાં આવ્યું ? લોકો માં ભારે ચર્ચા નો વિષય બન્યો છે.
અસ્ટોલ પાણી પુરવઠા યોજના અંતર્ગત પાણી માટે બનાવવામાં આવેલી ટાંકીમાં કે ગામના લોકોને એક ટીપું પાણી મળિયું નથી. સ્થાનિક લોકો જણાવ્યું કે કામમાં કોઈ પણ પ્રકારની ગુણવત્તા વગર નું કામ કરવામાં આવ્યુ છે. અધિકારી અને કોન્ટ્રાક્ટર દ્વારા ફોટા પાડીને કામ પૂરું બતાવ્યું છે. અહીં ગામમાં પાણી મળિયું નથી જે યોગ્ય તપાસ હાથ ધરવામાં આવે સ્થાનિક લોકો જણાવ્યું છે.
Ad…