- દિવસે-દિવસે ગુજરાતમાં ‘આપ’નું વર્ચસ્વ વધી રહ્યું છે
- પાટણ વિધાનસભા મતવિસ્તારના ઉંદરા ગામ ખાતે રવિ પ્રજાપતિ અને શનિ પ્રજાપતિ નો સન્માન સમારોહ યોજાયો જેમાં ઈસુદાન ગઢવી મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા.
- રવિ પ્રજાપતિ દેશનું ગૌરવ છે, આવા મહાનુભાવ સાથે કામ કરવાની તક મળી તેનો આમ આદમી પાર્ટી ને આનંદ છે
- ઈમાનદાર લોકો માટે આમ આદમી પાર્ટીના દરવાજા હંમેશા ખુલ્લા છે
- ગુજરાત માં ભાજપ નો સમય હવે પૂરો થઇ ગયો છે
- દરેક સમાજના ઈમાનદાર લોકો આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે
પાટણ/ગુજરાત
આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ પાટણ ના ઉંદરા ગામ માં રવિ પ્રજાપતિ અને શનિ પ્રજાપતિ ના સાથે ચેમ્પિયન શિપ જીતવા પાર આયોજન કરેલા સન્માન સમારોહમાં કહ્યું કે, આમ આદમી પાર્ટી ના નેતા અને કાર્યકર્તાઓ ની લોકકલ્યાણ માટે ની મહેનત અને ધગશ જોઈને ગુજરાત ના દરેક લોકો પ્રભાવિત થઇ રહ્યા છે, એટલે જ આજે દરેક વ્યક્તિ આમ આદમી પાર્ટી માં જોડાવા માંગે છે. આજે લોક કલ્યાણ માં પોતાનું યોગદાન આપવા ગુજરાત ના નામચીન પ્રથમ પ્રોફેશનલ રેસલર રવિ પ્રજાપતિ તેમના પરિવાર સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
ઈસુદાન ગઢવી એ કહ્યું કે, રવિ પ્રજાપતિ ગુજરાત નું ગૌરવ વધારતા પોતાના પરિશ્રમના બળે ગુજરાત રાજ્યના પ્રથમ પ્રોફેશનલ રેસલર છે. તે પ્રોફશનલ રેસલર ની પ્રતિયોગિતામાં 3 વખત વિજય પ્રાપ્ત કરી ચૂક્યા છે. તેમના અદભુત પરાક્રમ ના કારણે લોકો તેમને ગુજરાતના ખલી તરીકે ઓળખે છે. રવિ પ્રજાપતિ પોતાના રેસલિંગ કરિયર માં અમેરિકા, કેનેડા અને પાકિસ્તાન ના નામચીન રેસલરોને હરાવી ચુક્યા છે. આમ આદમી પાર્ટી ને આવા ઈમાનદાર અને મહેનતી વ્યક્તિઓ સાથે જોડાવાનો આનંદ છે. રવિ પ્રજાપતિ જે ફક્ત રાજ્ય નું જ નહિ પણ દેશનું ગૌરવ છે તેમણે તેમના પરિવાર સાથે આમ આદમી પાર્ટી માં જોડાવાનો જે નિર્ણય કર્યો છે તે માટે આમ આદમી પાર્ટી તેમના નિર્ણય ની સરાહના કરે છે.
અપક્ષ તાલુકા પંચાયતના સદસ્ય માનસિંહ ઠાકોર સહિતના આગેવાનો ઇસુદાન ગઢવીજી ના હસ્તે આમ આદમી પાર્ટી ની ઇમાનદાર વિચારધારા સાથે જોડાયા હતા.
ગુજરાત માં ભાજપ નો સમય હવે પૂરો થઇ ગયો છે. ભાજપ હવે ગુજરાતની જનતાને લૂંટવાની આશા છોડી દે. ગુજરાત ની જનતા તરફથી મળવા વાળો સહયોગ આમ આદમી પાર્ટી ને આવનારી ચૂંટણી માં અવશ્ય વિજય આપશે.
આ સન્માન સમારોહમાં મોટી સંખ્યામાં ગામના વૃદ્ધો, યુવાનો અને માહિલાઓ હાજર રહ્યા હતા.
આ તકે પાટણ લોકસભા પ્રમુખ પ્રશાંતભાઈ ચૌધરી, જિલ્લા પ્રમુખ દેવેન્દ્રભાઈ પટેલ, પાટણ વિધાનસભા સંગઠનમંત્રી, પાટણ વિધાનસભા સંગઠનમંત્રી બાબુજી ઠાકોર, પાટણ વિધાનસભા સંગઠનમંત્રી પ્રભાતસિંહ ઠાકોર, પાટણ વિધાનસભા સંગઠનમંત્રી સ્વયં સાલવી, ચાણસ્મા વિધાનસભા સંગઠનમંત્રી નરેન્દ્રસિંહ ઠાકોર, ઉત્તમભાઈ ડોડીયા, રાજુજી ઠાકોર, નવીનભાઈ પટેલ, અલ્પેશસિંહ ઝાલા, મનુભાઈ બારોટ, અર્જુનદાન ગઢવી, ફિરોઝભાઈ, વીનાજી ઠાકોર, જીગરભાઈ દેસાઈ, ભરતભાઇ ગજ્જર, રામભા જોષી સહીતના આગેવાનો હાજર રહ્યા હતા.
*આમ આદમી પાર્ટી ગુજરાત*