ભારતીય જનતા પાર્ટીએ આ નિર્ણય લઈને એક તીરથી અનેક નિશાન સાધ્યા છે.
મહારાષ્ટ્રના રાજકારણના મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. મળતી માહિતી મુજબ હવે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે બનશે. દેવેન્દ્ર ફડણવિસે જાહેરાત કરી છે કે એકનાથ શિંદે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન બનશે.
આ પહેલા એવી પણ ચર્ચાઓ વહેતી થઇ હતી કે દેવેન્દ્ર ફડણવીસ મુખ્યપ્રધાન બનશે અને એકનાથ શિંદે ઉપમુખ્યપ્રધાન બનશે. પણ હવે દેવેન્દ્ર ફડણવિસે જ મુખ્યપ્રધાન તરીકે એકનાથ શિંદેના નામની જાહેરાત કરીને સૌકોઈને ચોંકાવી દીધા છે. મહારાષ્ટ્રના રાજકારણમાં હવે એકનાથ શિંદે મોટું નામ બની ગયું છે. ભારતીય જનતા પાર્ટીએ આ નિર્ણય લઈને એક તીરથી અનેક નિશાન સાધ્યા છે.