ગ્રેડ-પે મુદ્દે શિક્ષકો દ્વારા સરકારમાં અનેકવાર રજૂઆત કરવા આવી છે પણ ઉકેલ નથી

0
241

ગ્રેડ-પે મુદ્દે શિક્ષકો દ્વારા સરકારમાં અનેકવાર રજૂઆત કરવા આવી છે પણ ઉકેલ નથી

4200 ગ્રેડ પેની માંગણી વિશે વિસ્તારપૂર્વક જાણીએ

આપણે સૌ જાણીએ છીએ કે કોઈ વ્યક્તિ જુનિયર ક્લાર્ક હોય તો એને પ્રમોશન મળતાં એ સિનિયર ક્લાર્ક બને,હેડ ક્લાર્ક બને,ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ પણ બની શકે.સામાન્ય રીતે બધી જ સરકારી નોકરીઓમાં બઢતીની જોગવાઈઓ હોય છે.અને બઢતી મળે એટલે પગાર વધે એ સ્વાભાવિક છે.પણ શિક્ષકની નોકરીમાં બઢતીની સંભાવનાઓ બહુ ઓછી હોય છે.મોટાભાગના શિક્ષકો શિક્ષક તરીકે નોકરીની શરૂઆત કરે છે અને નિવૃત્ત પણ શિક્ષક તરીકે જ થાય છે.(બહુ જ ઓછા શિક્ષકો આચાર્ય કે પછી શિક્ષણ વિભાગમાં અધિકારી બને છે)

હવે જો શિક્ષકની નોકરીમાં બઢતીને ખાસ અવકાશ નથી તો એમને પ્રવરતા(Seniority)ના લાભ કઈ રીતે આપવા? એના માટે ચોક્કસ જોગવાઇઓ થયેલી છે.શિક્ષક તરીકે નોકરી લાગ્યા પછી 9, 20 અને 31 વર્ષે ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મળે.એટલે કે કોઈ વ્યક્તિ 2000ની સાલમાં શિક્ષક તરીકે નોકરી લાગે તો 2009,2020 અને 2031 ના વર્ષમાં એના પગારમાં મોટો વધારો થાય.

આપણે એ જાણીએ છીએ કે સરકારી નોકરિયાતોના પગાર વિશે મંથન કરવા માટે દર દસ વર્ષે પગાર પંચ નીમવામાં આવે છે અને એનાં સૂચનોના આધારે પગારમાં વધારો કરવામાં આવે છે.2006માં છઠ્ઠા પગાર પંચની ભલામણો આવેલી.દરેક પગાર પંચ વખતે પગાર બાંધણીનું માળખું પણ બદલાતું હોય છે.છઠ્ઠા પગાર પંચમાં ‘પે-બેન્ડ અને ગ્રેડ પે’ જેવા વહીવટી શબ્દો હતા.(2016 થી લાગુ પાડેલ સાતમા પગાર પંચમાં એના બદલે ‘પે મેટ્રીક્ષ’ છે)

હવે સીધો પ્રાથમિક શિક્ષકોના પગાર પર આવું.પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે જોડાનાર વ્યક્તિને શરૂઆતમાં 5200-20200 પે-બેન્ડ અને 2400 ગ્રેડ પે પ્રમાણે પગાર મળે.જોગવાઇ પ્રમાણે 9 વર્ષ બાદ પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ વખતે ગ્રેડ-પે 2400 થી વધીને 4200 થતો હતો.જે 20 વર્ષ પછી 4400 અને 31 વર્ષ પછી 4600 થતો હતો.ટૂંકમાં ચોક્કસ નિયમો મુજબ પગાર વધતો હતો.

(9 વર્ષે મળવો જોઈતો પગાર વધારો 14 વર્ષે મળતો હતો કારણ કે ફિક્સ પગારનાં પાંચ વર્ષ સેવામાં ગણવામાં આવતા નહોતાં એ નોંધવું ઘટે)

હવે 2009ના વર્ષમાં સંસદે બંધારણમાં RIGHT TO Education (R.T.E.-શિક્ષણનો અધિકાર)ની જોગવાઇ કરી અને થોડાક સમય બાદ એ આપણા રાજ્યમાં પણ લાગુ કરવામાં આવ્યો. એમાં એક મુખ્ય ફેરફાર એ આવ્યો કે અત્યાર સુધી ગુજરાતમાં આઠમું ધોરણ માધ્યમિક વિભાગમાં ગણાતું હતું એ પ્રાથમિક વિભાગમાં આવી ગયું. એટલે કે 1થી7 ની શાળાઓ હવે 1થી8 ની થઈ. બીજો એક ફેરફાર એ આવ્યો કે પ્રાથમિક શાળાના બે ભાગ પડ્યા.ધોરણ 1થી5 પ્રાથમિક કહેવાય અને ધોરણ 6થી8 ઉચ્ચ પ્રાથમિક.

2009 સુધી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 12 પાસ કરીને P.T.C.ની લાયકાત ધરાવનાર વ્યક્તિની શિક્ષક તરીકે નિમણૂક થતી હતી.અને શાળામાં હાજર શિક્ષકોમાંથી સૌથી લાંબી નોકરી ધરાવનાર વ્યક્તિ શિક્ષક સિવાય આચાર્યનું કામ પણ કરતા.(શાળાને અલગથી આચાર્ય મળતા નહોતા)

હવે 1થી7 ના બદલે 1થી8 થયું અને ઉચ્ચ પ્રાથમિક વિભાગ અલગ પડ્યો એટલે મોટાં ધોરણ ભણાવવા માટે મોટી શૈક્ષણિક લાયકાત ધરાવનાર લોકોની ભરતી થઈ.6થી8 ના શિક્ષક માટે સ્નાતક(Graduate)+B.Ed. ની લઘુત્તમ લાયકાત રાખવામાં આવી.2010 થી માંડીને 2019 સુધી આવા હજારો શિક્ષકોની ભરતી ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં થઈ. (સ્નાતક(Graduate), અનુસ્નાતક(Post Graduate) થીલઈને વિદ્યાવાચસપ્તિ(Ph.D.) જેવી પદવીઓ ધરાવનાર ઘણા બેરોજગાર યુવાનો શિક્ષક તરીકે જોડાયા.

હવે વાતમાં થોડોક વળાંક આવે છે.R.T.E. મુજબ પ્રાથમિક શાળાના બે ભાગ પડ્યા.પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક,બન્નેના શિક્ષકોની શૈક્ષણિક લાયકાત પણ અલગ અલગ.એ મુજબ કેન્દ્ર સરકાર સંચાલિત શાળાઓમાં તથા ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં 1થી5 અને 6થી8 ના શિક્ષકોનો પગાર અલગ અલગ છે.આ વાતો જાણીને ગુજરાતના ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં કામ કરતા શિક્ષકો સળવળ્યા. અને લગભગ ચારેક વર્ષથી અલગ પગાર ધોરણની માંગણી શરુ થઈ.

1થી8 માં કામ કરતા શિક્ષકોને શરૂઆતમાં 2400 ગ્રેડ પે પ્રમાણે પગાર મળતો હતો એના બદલે એવી માંગણી શરુ થઈ કે 6થી8 ના શિક્ષકો ઊંચી શૈક્ષણિક લાયકાત ધરાવે છે એટલે એમને પહેલા દિવસથી 2400 ના બદલે 4200 ગ્રેડ પે પ્રમાણે પગાર મળવો જોઈએ.

સરકાર માટે આ નવો મુદ્દો ઊભો થયો.6થી8માં કામ કરતા કેટલાક આગેવાન શિક્ષકોએ આ મુદ્દે સરકારમાં રજૂઆત કરવાનું શરુ કર્યું.WhatsApp પર group બન્યાં.ધારાસભ્યો મારફત સરકાર પર દબાણ લાવવાની કોશિશ પણ થઈ. ઘણા બધા લોક પ્રતિનિધિઓએ આ મુદ્દે શિક્ષણ વિભાગને પત્ર લખીને પણ રજૂઆત કરી. ઉચ્ચ પ્રાથમિક વિભાગના શિક્ષકો આ મુદ્દે મેળાવડા પણ યોજવા માંડ્યા. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે પણ પોતાની રીતે આ મુદ્દે સરકારમાં રજૂઆતો કરી.એક તબક્કે તો એવું લાગવા લાગ્યું કે ઉચ્ચ પ્રાથમિકના શિક્ષકોનો પગાર પ્રાથમિક કરતાં અલગ થઈ જશે અને પ્રથમ દિવસથી જ 4200 ગ્રેડ પે પ્રમાણે પગાર મળવા માંડશે.કેટલાક તો હરખાઈને ગણતરીઓય કરવા માંડ્યા હતા.સરકાર આવું કરે તો ઘણાં નાણાં ખર્ચાય એમ હતાં એટલે સચિવાલયમાંથી આ મુદ્દે સ્પષ્ટ હા કે ના આવતી નહોતી.

અચાનક સરકારે ભેદી Master Stroke ખેલીને બાજી પલટાવી નાખી. પ્રાથમિક શાળાના શિક્ષકોના ઉપરી તરીકે કેળવણી નિરીક્ષકનો એક હોદ્દા હોય છે. કે જે શાળાઓમાં Inspection નું કામ કરે.કેળવણી નિરીક્ષકનો શરૂઆતનો પગાર 4200 ગ્રેડ પે પ્રમાણે હોય છે.કેટલાક શિક્ષકોને બઢતીમાં આ હોદ્દા પર નિમણૂક આપવામાં આવતી.હવે R.T.E. આવ્યા બાદ પ્રાથમિક શાળાઓમાં અલગથી આચાર્યની નિમણૂક કરવાનું શરુ થયું. શિક્ષક તરીકે 5 વર્ષનો અનુભવ ધરાવનાર H-TAT (Head Teacher Aptitude Test) નામની પરીક્ષા આપીને પ્રાથમિક શાળામાં આચાર્ય બની શકે એવી જોગવાઇ થયેલી.એમનો શરૂઆતનો પગાર પણ 4200 ગ્રેડ પે પ્રમાણે મળતો.

જોકે, હવે ગુજરાત મોડેલ ની રાજ્યની સરકાર શિક્ષકોની માંગણી સંતોષવા કેમ નથી આવતી ?

Ad….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here