મહારાષ્ટ્ર- ગુજરાત જોડતા વાપી-શામળાજી નેશનલ હાઇવે ચોમાસાની વરસાદની શરૂઆતમાં જ બિસમાર

0
2202

વાપી ધરમપુરને જોડતો નેશનલ હાઇવે બિસમાર બન્યો વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા છે.વાપી ધરમપુર પારડીને જોડતા નેશનલ હાઈવે બિસમાર બન્યા છે. અહીંથી પસાર થતા વાહનચાલકો તોબા પોકારી ઉઠ્યા છે.રસ્તા માટે સ્થાનિક નેતાઓ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં વ્યસ્થ પરંતુ હાલમાં પરિસ્થિતિ એવીની લોકોની સમસ્યાઓ ગમેતે હોઈ કોઈ રજુઆત કરી શકે તેમ નથી. બિસમાર નેશનલ હાઈવેને પગલે વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે.મહારાષ્ટ્ર- ગુજરાત જોડતા વાપી-શામળાજી નેશનલ હાઇવે ચોમાસાની વરસાદની શરૂઆતમાં જ બિસમાર બન્યો છે. આ બિસમાર હાઈવેને લઈ સ્થાનિકો સહિત વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા છે. આ રસ્તાના કપરાડા પારડી ધરમપુર ખખડધજ રસ્તાને લઈ પસાર થતા જેને લઈ લોકોના સ્વાસ્થ્ય ઉપર અસર પડે છે.અહીં ઘણા વાહન ચાલકોના વાહન પસાર થાય ત્યારે પથ્થર અને પાણી વાહનોને પણ નુકસાન પહોંચે છે. આ બિસમાર રસ્તાને પગલે બાઇક ચાલકો અકસ્માતના ભોગ બની ઇજાગ્રસ્ત બન્યા છે.વાપી થી ધરમપુર જતા પુલ અને રસ્તા ઉપર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય છે.વલસાડ જિલ્લામાં વરસાદ પડવાથી અનેક વિસ્તારો પાણી પાણી થઇ ગયું છે ત્યારે પારડી થી નાસિક નેશનલ હાઈવે 848 અને વાપી થી મોડાસા નેશનલ હાઈવે 56 જતા નેશનલ હાઇવે પર વરસાદથી રોડ પર મસમોટા ખાડા નજરે જોવા મળી રહ્યા છે.હાલમાં વાહન વ્યવહારને મુશ્કેલી પડી છે.. બીજી તરફ ગુજરાત અને મહારાષ્ટ્ર ના ઉદ્યોગને જોડતા નેશનલ હાઇવે પર પાણી ભરાઈ જતાં નાના વાહનોને ખાડા પડે છે અને મોટા વાહનો પાણી ઉડતું હોઈ છે. બીજી તરફ મોટા વાહનો પોતાના જીવન જોખમે પસાર થઈ રહ્યા છે.હાઇવે પર પડેલા આં ખાડાઓના કારણે અકસ્માતની પણ ભીતિ સેવાઓ રહી છે.કપરાડા જતા કુંભઘાટમાં પ્રતિરોજ અકસ્માત થતા હોય છે. હજારો વાહન આ હાઇવે પરથી પસાર થાય છે ત્યારે તાત્કાલિક ધોરણે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા આં રોડ વચ્ચે પડેલા ખાડા અને રોડ આવતું પાણી ગટર બનાવી રિપેર કરવામાં આવે તેવી માંગ છે.વાપી થી ધરમપુર-પારડી થી કપરાડા દર વર્ષે એની એજ જગ્યાએ પાણી અને ખાડા પડતા હોય છે. વર્ષોથી સમસ્યાઓ છે કેમ નેતાઓ વહીવટી તંત્રની નજર કેમ નથી. આવતું પાર નદી વડખંભા પુલ પર લખો રૂપિયા ના ખર્ચે રીપેર કામ કરવમાં આવ્યુ હતું પણ એ પુલ પર ખાડા પડી રહ્યા છે. નાનાપોઢા કોલક નદીના પુલ બાલચોડી કકડકોપર મોટાપોઢા લાકડમાલ બારોલિયા ધરમપુર બાયપાસ પર દર વર્ષે ખાડા પડે છે.ચીવલ થી પારડી સુધી રોડ પર ચીવલ પંચલાઇ સુકેશ પાણી અને ખાડા છે. અનેક અકસ્માત પણ થયા છે.ઉલ્લેખનીય છે કે વર્ષોથી જે ખાડા અને પાણી ભરાય છે. એ જવાબદાર અધિકારી હોય કામ કરવાની બેદરકારી રાખે છે. રિપેર કરવામાં આવે છે. પણ એની એજ જગ્યાએ ખાડા પડવાનું કારણ શું હોઈ શકે? લાખ્ખો રૂપિયા રીપેરીંગ ના ખર્ચાઓ કરવામાં આવે છે. અધિકારીઓ અને કોન્ટ્રકટરની બેદકારી સામે યોગ્ય તપાસ નો વિષય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here