એક સમયે દેશ માટે બ્લાઇન્ડ ટી 20 વર્લ્ડ કપમાં વિજય અપાવનાર ખેલાડીના પિતા અન્નક્ષેત્ર માં ભોજન લઈ જીવન ગુજારવા મજબૂર

0
185

પ્ર્ર્ર્રજ્ઞાચક્ષુ ખેલાડી કેતન પટેલના પિતા બાબુભાઇ પટેલ હાલની આર્થિક સમસ્યાથી ઝજુમી રહ્યાં છે.વલસાડ જિલ્લાના ફ્લધરા ગામે આવેલ જલારામ બાપાનું ધામ ધાર્મિક અને પર્યટન સ્થળ તરીકે ઓળખવામાં આવે છે. એ ધામમાં આવતા ભક્તો અને પ્રવાસી માટે અન્નક્ષેત્ર ચલાવતા આવે ઉલ્લેખનિય છે. એજ ગામના બ્લાઇન્ડ ક્રિકેટરના પિતા બે ટાઈમ જમીને પોતાનું જીવન ગુજારી રહ્યા છે.

કેતન પટેલ જીલ્લા વલસાડના ફલધરા ગામનાં વતની વર્લ્ડ કપ 2017ની વિજેતા ટીમનાં ખેલાડી

કેતન પટેલ બ્લાઇન્ડ સ્કુલમાં ભણ્યા. બ્લાઇન્ડ સ્કુલમાં ક્રિકેટની તાલિમ મળી. 2006માં પહેલીવાર વર્લ્ડકપ પ્લેયર તરીકે પસંદગી થઇ. ક્રિકેટનો શોખ નાનપણથી હતો. અન્ય પ્ર્ર્ર્રજ્ઞાચક્ષુ ખેલાડીને જોઇ પ્રેરણા મળી. કોચ દ્વારા સારી તાલિમ મળી.

પહેલી વાર વલસાડની ટીમમાં પસંદગી થઇ. 2014માં આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકે પસંદગી. ભારતમાં બે વખત બ્લાઇન્ડ ક્રિકેટ વર્લ્ડ કપ રમાયો છે. ભારતે બે વાર બ્લાઇન્ડ ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો છે.

બ્લાઇન્ડ ખેલાડીઓ આર્થિક સ્થિતિ એટલી હદે કથળી છે કે પ્ર્ર્ર્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ પાસે રોજગાર નથી. એક સમયે ભારત દેશ ને ટ્રોફી અપાવનાર ખેલાડી ને કોઈ સંસ્થા કે સરકાર દ્વારા કે રાજકારણીઓ દ્વારા મદદ ન કરવામાં આવતા પ્ર્ર્ર્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ આર્થિક સમસ્યાથી ઝજુમી રહ્યાં છે. ખેલાડીઓની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવી પણ મુશ્કેલ છે. સચિનની સાથે સરખામણી ખુશીની વાત કરીએ તો . કેતન ચાર વર્લ્ડ કપ જીતી ચુક્યાં છે. બ્લાઇન્ડ ક્રિકેટના ખાસ નિયમો હોય છે. બોલિંગ અન્ડર આર્મ થાય છે.

પાકિસ્તાન જવા માટે પરિવારની પાસે આર્થિક સ્થિતિ ના હતી. કેતન પશુપાલન દ્વારા ગુજરાન ચલાવે છે. પરિવારનાં લોકો સફળતાથી ખૂબ ખૂશ થાય છે. પ્રધાનમંત્રી સાથેની મુલાકાતનો આનંદ કર્યો છે. 2012ની વર્લ્ડકપ ટીમમાં 5 ગુજરાતનાં ખેલાડી છે. રિઝર્વેશન વગર ટ્રેનમાં ખેલાડીઓએ કરી યાત્રા.

સરકારે પણ બ્લાઇન્ડ ખેલાડીઓની નોંધ લીધી નથી. સમાજ પણ બ્લાઇન્ડ ક્રિકેટને સ્વીકારી રહ્યોં છે. વર્લ્ડ કપની જીતનો ઉત્સાહ સારો હતો.પરંતુ જેમ અન્ય ક્રિકેટર ને જેટલુ માન સન્માન મળે છે તેટલું એમને નથી મળતુ. કેતને મેન ઓફ ધ મેચ અને સિરિઝ પ્રાપ્ત કર્યા છે.

કેતન વર્લ્ડ કપ ફાઇનલ મેચમાં ઇજાગ્રસ્ત થયા હતા. કેતને ફાઇનલમાં 2 વિકેટ લીધી હતી. કેતને ફાઇનલમાં 26 રન બનાવ્યા હતા. ભારતે પાકિસ્તાનને હરાવી ફાઇનલ જીતી. T20 બ્લાઇન્ડ વર્લ્ડ કપ 2017 ભારતે જીત્યો છે.

છતાં હાલ પરિસ્થિતિ ઘર ની એટલી હદે ખરાબ છે કે કેતન ના પિતા ને જલારામ અન્ન ક્ષેત્ર માં પોતાનું પેટ ભરી ગુજરાન ચલાવવા ની નોબત આવી રહી છે જેની પાછળ નું કારણ વલસાડ જિલ્લા ના રાજકારણી ઓ તેમજ પ્રતિભાશાળી ખેલાડીઓ ને સન્માન અને વિવિધ સવલત આપવામાં અખાડા થતા એક સમયે દેશ માટે ટ્રોફી લાવનાર ખેલાડી ની સ્થિતિ વિકટ બની છે ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here