અર્ધ લશ્કર ના જવાન દેશ ની સરહદ ની સુરક્ષા જીવન જોખમે કરતા હોય છે તેમજ આંતરિક સુરક્ષા, કુદરતી આફત ના સમયમાં ચુંટણી ના સમય મા, દંગા ફસાદ માં,આતંકવાદ નક્સલવાદ વિસ્તાર માં મંત્રી શ્રી ની સુરક્ષા SPG, NSG મા ટુંક માં શાંતિ ના સમય મા દેશ ની શાંતિ સલામતી માટે દિવસ રાત પોતાની સેવા બલિદાન ત્યાગ આપતા હોય છે અને સેવા કરતા શહીદ થતા હોય છે તો આ પણ અર્ધ લશ્કર પણ દેશ નું લશ્કર છે માટે ગુજરાત રાજ્ય મા સેના ને જે સુવિધા મળે છે તે અર્ધ લશ્કર ના જવાન ને પણ મળે તે માટે અમારી પ્રાથના છે જેમાં નિમ્નલિખિત
લાભ મળે તે માટે વિનંતી કરીએ છીએ.
રાજયમાં એક્સમેન્ નો દરજ્જો શહિદી નો દરજ્જો.
- અર્ધ સૈનિક કલ્યાણ બોર્ડ જિલ્લા લેવેલ પર હોય
- CANTEEN ની સુવિધા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ના જવાન ભાઈઓ ને મળી રહે
- મારે અર્ધ લશ્કર ની રિઝર્વ ફોર્સ ને જમીન ની ફાળવણી કરવામાં આવે
- બાળકો ના શિક્ષણ મા આરક્ષણ
- સંગઠન ના મારફત થી અર્ધ લશ્કર ના નિવૃત્ત ભાઈઓ સિક્યોરિટી ની નોકરી મળે.
- શહીદ પરિવાર ને જે સરકાર 1 લાખ આપે છે તેમાં વધારો કરે અને સન્માન જનક રકમ મળે અને શહીદ પરિવાર સદસ્યો ને યોગ્યતાના આધારે લાયકાત મુજબ નોકરી આપવામાં આવે.
- 200 યુનિટ સુધી વીજળી બિલ માફ,
- ગુજરાત મા પોતાના મકાન નો વેરો માફ
- અન્ય રાજ્ય માં‘હથિયાર નું લાયસન્સ બનાવેલ હોય તેને રાજ્ય મા કન ઓવર કરવામાં આવે
- બસ સેવા મા રાહત આપવામાં આવે,
- ગુજરાત ના નવ યુવાનો ને તાલીમ આપવા માટે ગુજરાત અર્ધ લશ્કર સંગઠન જમીન જિલ્લા મુજબ ફાળવામાં આવે,
- જમીન તેમજ રહેણાંક માટે પ્લોટ નિવૃત્ત જવાન અને શહીદ પરિવાર ને ફાળવામાંઆવે.જે અર્ધ લશ્કર નો જવાન ખેડૂત નથી તે ગુજરાત માં નિવૃત્ત પછી જમીન ખરીદી શકે તેવો અધિકાર મળે જેથી નિવૃત્તિ પછી પોતાનું અને પરિવાર નું ગુજરાન ચલાવી શકે.