વલસાડના કંજણહરિ ગામમાં ચાલતી દારૂની મહેફિલમાં પોલીસની ટીમે રેડ કરતાં શરાબના શોખીનોના રંગમાં ભંગ પડ્યો
વલસાડ જિલ્લામાં વાવણી લાયક વરસાદ વરસ્યો હતો, જેની ખુશીમાં કાંજણહરિ ગામમાં કથાનું આયોજન કરાયું હતું.
દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમાજ પ્રકૃતિ પૂજક હોઈ છે. દરેક વિસ્તારમાં અલગ અલગ પ્રકારની પૂજા કરવામાં આવે છે.હવે અનેક પરિવર્તન આવ્યું છે.પૂજા અર્ચના માં દારૂ હોયજ છે. જેને દારૂ પલસ ના પાનમાં નાખી જમીન પર વિધિ પ્રમાણે નીચે નાખવામાં આવે છે. જેને શાક કહેવામાં આવે છે.( આજે પણ દારૂ પીતી વખતે એક બે ટીપા જમીન પર નાખવામાં આવે જ છે.) હવે વિકાસ અને પરિવર્તન સાથે જેની ખુશીમાં કાંજણહરિ ગામમાં કથાનું આયોજન કરાયું હતું. કથાના પ્રસંગ બાદ દારૂની મહેફિલ યોજવામાં આવી હતી. ત્યારે વલસાડના કંજણહરિ ગામમાં ચાલતી દારૂની મહેફિલમાં LCBની ટીમે રેડ પાડી હતી.
વલસાડના કંજણહરિમાં મધરાત્રે દારૂની મહેફિલ પર LCB ત્રાટકી, સરપંચ, ડેપ્યુટી સરપંચ સહિત 41 લોકો રંગેહાથે ઝડપાયાહતા. વલસાડ તાલુકા સરપંચ સંઘના પ્રમુખ અને નાનકવાડા ગ્રામપંચાયતના સરપંચ વિનોદ પટેલ તેમજ એક સગીર સહિત 41 લોકોને દારૂની મહેફિલ માણતાં રંગેહાથ ઝડપી પાડ્યા હતા. LCBની ટીમે લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. ત્યારે આ અંગે વલસાડ ગ્રામ્ય પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.