અનંતકુમાર પટેલ ધારાસભ્ય આક્રોશ સાથે ખુલ્લો પત્ર પ્રધાનમંત્રીઅને મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય

0
189

અનંતકુમાર એચ. પટેલ
ધારાસભ્યશ્રી
૧૭૭-વાંસદા મતદાન વિભાગ
સરકાર ને આક્રોશ સાથે ખુલ્લો પત્ર
પ્રતિશ્રી,
પ્રધાનમંત્રી શ્રી, ભારત સરકાર, નવી દિલ્હી
મુખ્યમંત્રી શ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર
તારીખ 03/07/2022
ભારત સરકારના કેન્દ્રીય ભૂગર્ભજળ ઓથોરિટી જળ શક્તિ મંત્રાલય
ભારત સરકારની જાહેરાત નોટિસ નંબર ૩/૨૦૨૨ તારીખ ૧૦/૪/૨૦૨૨ ની
ગેરકાયદેસર અને જન વિરોધી હોય તે રદ કરવા બાબત

જય ભારત સાથ જણાવવાનું કે ઉપરોક્ત નોટિસથી દેશના કરોડો નાગરિકોના મૂળભૂત અધિકારો ઉપર
બોજા રૂપી વેરા નાખી પૈસા ઉઘરાવવાનું પૂર્વ આયોજિત કાવતરું રચિ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તે રદ
કરવા આદેશ આપવામાં આવે.. આપ સારી રીતે વાકેફ છો કે દેશના નાગરિકો પશુ પક્ષી કે વનસ્પતિને પાણી-પુરવઠા
પહોંચાડવાની જવાબદારી સરકારની છે, આ જવાબદારી પ્રમાણિકતા અને પારદર્શક રીતે થાય તેથી ભારત સરકાર
અને રાજ્ય સરકાર દ્વારા નર્મદા યોજના બનાવી હર ઘર જલ, ખેતરમાં પાણીના નારા સાથે આપણે ૯૦ હજાર
કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો, તેથી ગામેગામ પીવાના પાણીની સુવિધા પહોંચી તે આવકાર્ય છે.. પરંતુ ઉપરોક્ત
વિષયમાં જણાવ્યું છે કે રહેઠાણના તમામ બોર ઉપર ૧૦ હજાર રૂપિયા લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવે તે ખૂબ
જ દુઃખદાયક છે.દેશની તમામ સોસાયટીઓમાં કે ફ્લેટમાં રહેતા લોકો ટેક્સ આપે, પાણી વેરો આપે પોતાના ખર્ચે
બોરવેલ બનાવી લાઈટ બીલ પણ તેઓ ભલે છે,તેમ છતાં સરકાર દ્વારા તેમને સરકારી ખર્ચે શુદ્ધ પીવાનું પાણી પૂરું
ન પાડતા લાખો રૂપિયાનો ખર્ચે પોતે બોર બનાવી પાણી પીવા માટે ઉપયોગ કરી રહ્યા છે.. ત્યારે ભારત સરકાર દ્વારા
તમામ ખાનગી બોર ઉપર કર નાખવામાં આવેલ તે રદ કરવામાં આવે અને ભારત સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા
તમામ સોસાયટીઓમાં ફ્લેટમાં કે ચાલીમાં કે વૈભવી બંગલોમાં પણ સરકાર દ્વારા શુદ્ધ પીવાના પાણીની સુવિધા
કરવામાં આવે.આપ સારી રીતે વાકેફ છો કે અંગ્રેજોએ લોકોને લૂંટવા મીઠા ઉપર કર નાખ્યો હતો અને ગાંધીબાપુએ
મીઠા ના-કર હટાવવા સત્યાગ્રહ આંદોલન શરૂ કર્યું હતું અને અંગ્રેજોએ ભારત છોડવા મજબૂર બનવું પડ્યું હતું. તો
આજે ભારત સ્વતંત્ર દેશ છે જેમાં જળ જંગલ જમીન અને કુદરતી મિલકત દેશની જનતાની હોય સરકારની ન
હોય.. તો આપ સાહેબ તાત્કાલિક અસરથી આ નોટિસ રદ કરવા આદેશ આપશો અને ખેતી જમીનમાં અને દેશના
તમામ નાગરિકોને પશુધન વનસ્પતિ પક્ષીના શુદ્ધ પીવાના પાણીની સુવિધા કરવા કાર્યવાહી હાથ ધરશો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here