જિલ્લામાં 5 દિવસ ભારે વરસાદ,શુક્ર-શનિ રેડ એલર્ટ 40થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે

0
249

  • હવામાન વિભાગ દ્વારા શુક્ર અને શનિવારે 40 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવનથી સાથે વરસાદ પડવાની સંભાવનાને લઇને નવસારી અને વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે.

  • પહાડી અને જંગલ વિસ્તાર ગણાતા કપરાડા અને ધરમપુર તાલુકામાં હજી નહિવત વરસાદ નોંધાયો છે.આ બંને તાલુકામાં અત્યાર સુધીમાં માંડ 15 ટકા જ વરસાદ થયો છે.

અષાઢી માસની શરૂઆત થતાં જ દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. એક સપ્તાહથી સતત વરસી રહેલા વરસાદને લઇને જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ 581 મિમી એટલે કે 23 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે.આ બધા વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ 6 થી 10મી જુલાઇ સુધીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીકરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા શુક્ર અને શનિવારે
40થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવનથી સાથે વરસાદ પડવાની સંભાવનાને લઇને નવસારી અને વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. વલસાડ જિલ્લામાં સિઝનના કુલ વરસાદ પૈકી 25 ટકા વરસાદ થયો છે જેમાં પહાડી અને જંગલ વિસ્તાર ગણાતા કપરાડા અને ધરમપુર તાલુકામાં હજી નહિવત વરસાદ નોંધાયો છે.આ બંને તાલુકામાં અત્યાર સુધીમાં માંડ 15 ટકા જ વરસાદ થયો છે.

Ad..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here