સંસદના શિયાળુ સત્રના પ્રથમ દિવસે લોકસભામાં વિપક્ષના હોબાળા વચ્ચે ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાને રદ કરવા ‘ફાર્મ લોઝ રિપીલ બિલ, 2021’ ચર્ચા વિના જ મંજૂર થયું હતું. જ્યારે ગૃહની કાર્યવાહી શરૂ થઈ, ત્યારે સ્પીકર ઓમ બિરલાએ પટલ પર જરૂરી કાગળો મૂક્યા હતા. આ પછી, કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવા માટે બિલ રજૂ કર્યું હતું.
ગુરુ પર્વના અવસર પર પીએમ મોદીએ દેશને સંબોધનમાં આ કૃષિ કાયદાઓ રદ કરવાની જાહેરાત કરી હતી.
તરત જ, કોંગ્રેસ સહિતના વિપક્ષોએ બિલ પર ચર્ચાની માગ શરૂ કરી હતી. જોકે, સ્પીકરે કહ્યું કે ગૃહમાં વ્યવસ્થા નથી. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે “આજે ગૃહમાં નિયમોનો ભંગ થઈ રહ્યો છે. આ વિધેયકને ચર્ચા અને પસાર કરવા માટે મૂકવાની વાત થઈ હતી, પરંતુ સરકાર શા માટે ચર્ચા કરવા માગતી નથી? અન્ય ઘણા વિપક્ષી સભ્યો પણ આ જ સૂરમાં કંઇક બોલતા જોવા મળ્યા હતા.
લોકસભા અધ્યક્ષે કહ્યું કે “ગૃહમાં કોઈ વ્યવસ્થા નથી અને આ સ્થિતિમાં ચર્ચા કેવી રીતે થઈ શકે? જો તમે (વિપક્ષી સભ્ય) વ્યવસ્થા કરો તો ચર્ચા થઈ શકે છે. ત્યાર બાદ ગૃહે ઘોંઘાટમાં પણ કોઈપણ ચર્ચા વગર ફાર્મ લોઝ રિપીલ બિલ 2021ને મંજૂરી આપી હતી.
લોકસભા બાદ રાજ્યસભામાંથી કૃષિ કાયદાઓ પરત લેવા સંબંધિત બિલ પાસ કરી દેવામાં આવ્યું છે. હવે તેના પર હસ્તાક્ષર માટે રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે. રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ ત્રણેય કૃષિ કાયદાઓ રદ થઈ જશે
કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કૃષિ કાયદા પરત લેવાનું બિલ લોકસભામાં રજૂ કર્યું હતું.
વિપક્ષના હોબાળા વચ્ચે જ લોકસભામાં કૃષિ કાયદા પરત લેવાનું બિલ પાસ કરાયું હતું.આ કાયદા પરત લીધા બાદ હવે સવાલ ઉઠી રહ્યો છે કે શું ખેડૂત
આંદોલનકારીઓ હવે તેમના ઘરે પરત ફરશે કે પછી તેઓ હજી પણ મક્કમ રહેશે. જો કે રાકેશ ટિકેત સહિત ઘણા ખેડૂત નેતાઓએ તાત્કાલિક વાપસીની
વાતનો ઇનકાર કર્યો છે. આ દરમિયાન સંયુક્ત કિસાન મોરચાના નેતા રાકેશ ટિકેતે કહ્યું હતું કે, કૃષિ કાયદા પરત લેવામાં આવ્યા છે, પરંતુ હજી જીં અને
ખેડૂતોના અન્ય મુદ્દાઓ પર વાતચીત થવી જોઈએ. અમે ૪ ડિસેમ્બરના રોજ એક બેઠક કરીશું અને તે બેઠકમાં આંદોલનની દિશા નક્કી કરવામાં આવશે.
ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ જ રહેશે. મોદીએ વિપક્ષને શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરી હતી સંસદનું શિયાળુ સત્રની કાર્યવાહી શરૂ થતાં પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકીય પાર્ટીઓને શાંતિ અને મર્યાદા જાળવી રાખવા માટે અપીલ કરી છે. એ કહ્યું હતું કે સંસદમાં સવાલ પણ હોય, પરંતુ શાંતિ પણ જળવાઈ રહે. આપણે ગૃહમાં કેટલા કલાક કામ કર્યું
એના આધારે આપણી ઓળખ થવી જોઈએ, નહીં કે ગૃહમાં કોણે, કેટલું જોર લગાવીને સંસદની કાર્યવાહીને અટકાવી. આ તરફ કૃષિ કાયદાને પરત લેવાની માગ બાબતે કોંગ્રેસે સંસદ પરિસરમાં ધરણાં કર્યા હતા, જેમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ સહિત પાર્ટીના નેતાઓએ હાજરી આપી હતી. આજે કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર સંસદમાં કૃષિ કાયદા પરત લેવાનું બિલ રજૂ કરશે, જેને લઈને સાંસદોને મોકલવામાં આવેલી સંસદીય નોટની ભાષાને લઈને વિવાદ ઊભો થયો છે.
સરકાર દરેક પ્રશ્નનો જવાબ આપવા તૈયાર : નરેન્દ્ર મોદી
.
સંસદના સત્ર પહેલાં વડાપ્રધાનનું મીડિયાને
સંબોધન : આઝાદીના અમૃત મહોત્સવમાં
અમે એ પણ ઈચ્છીશુ કે સંસદમાં પ્રશ્ન પણ
હોય, શાંતિ પણ હોય
નવી દિલ્હી, તા.29
સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થઈ રહ્યુ છે.જેના પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું.
તેમણે વિપક્ષને કહ્યું કે સરકાર દરેક પ્રશ્નના જવાબ આપવા માટે તૈયાર છે. સંસદમાં પ્રશ્ન થવા જોઈએ પરંતુ શાંતિ પણ રહે.વડા પ્રધાન મોદીએ સંસદ સત્ર પહેલા કહ્યું કે સંસદનુ આ સત્ર અત્યંત મહત્વપૂર્ણ છે. દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે. હિન્દુસ્તાનમાં ચારે દિશાઓમાંથી આ આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે રચનાત્મક, સકારાત્મક, જનહિત માટે, રાષ્ટ્રહિત માટે,સામાન્ય નાગરિક અનેક કાર્યક્રમ કરી રહ્યા છે. પગલા ઉઠાવી રહ્યા છે અને આઝાદીના દિવાનોએ જે સપના જોયા હતા તે સપનાને પૂરા કરવા માટે સામાન્ય નાગરિક પણ આ દેશનું કોઈને કોઈ દાયિત્વ નિભાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ સમાચાર પોતાનામાં ભારતના ભવિષ્ય માટે શુભ સંકેત છે. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક દિવસથી બંધારણ
દિવસ પણ નવા સંકલ્પની સાથે સંવિધાનની સ્પિરિટને ચરિતાર્થ કરવા માટે દાયિત્વના સંબંધમાં સમગ્ર દેશે એક સંકલ્પ કર્યો છે. આ સૌના પરિપેક્ષ્યમાં અમે ઈચ્છીશુ અને દેશ પણ ઈચ્છશે કે ભારતનું સંસદ આ સત્ર અને આગળ આવનાર પણ સત્ર આઝાદીના દીવાનાની જે ભાવનાઓ હતી, આઝાદીના અમૃત મહોત્સવની જે સ્પિરિટ છે, તેના અનુકૂળ સંસદ પણ દેશમાં ચર્ચાઓ , દેશની પ્રગતિ માટે રસ્તા શોધે અને તેમના માટે આ સત્ર ઘણા જ વિચારોની સમૃદ્ધિ વાળો, દુરગામી પ્રભાવ પેદા કરનાર સકારાત્મક નિર્ણય લેનાર બને.