પારડી તાલુકાના અરનાલા પાટી ગામ નજીક કોલક નદીના પાણી કોઝવે પર ફરી વળ્યાં

0
699

વલસાડ જિલ્લા ઉપરવાસ કપરાડા અને ધરમપુર તાલુકામાં ભારે વરસાદના કારણે જિલ્લાની તમામ નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છેકોઝવે પર પાણી ફરી વળતા લોકો જીવને જોખમ માં મૂકી કોઝવે પર થી પસાર મજબૂર થયા છે. ભારે વરસાદ ના કારણે પારડી તાલુકાના અરનાલા પાટી ગામ નજીક કોલક નદીના પાણી કોઝવે પર ફરી વળ્યાં હતાં. આથી ગામનો રોડ માર્ગે સંપર્ક કપાયો હતો.

ભારે વરસાદના કારણે કોલક નદી તોફાની સ્વરૂપ એ વહી રહી છે. કોઝવે પર પાણી ફરી વળતા લોકો મુશ્કેલી માં મુકાયા છે.વલસાડ જિલ્લામાં વરસાદ ના કારણે જન જીવન પ્રભાવિત થયું છે.જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહેતી થઈ
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના બપોર બાર પડેલા ભારે વરસાદને લઈને કપરાડા તાલુકાની કોલક નદીમાં સહિત જિલ્લાની તમામ નદીઓ 2 કાંઠે વહેવા લાગી હતી. કપરાડા તાલુકાના બુરલા અને ખડકવાડને જોડતો બ્રિજ પાણી ફરી વળ્યાં હતા. જ્યારે પારડી તાલુકાના પાટીઅને અરનાલા ગામને જોડતા બ્રિજ ઉપર નદીના પાણી ફરી વળ્યાં હતા. જેને લઈને વાહન ચાલકોએ જીવન જોખમે વાહન લઈ જતા જોવા મળ્યા હતા. વલસાડ જિલ્લા કલેક્ટરે કોઝવે અને નીચાણવાળા બ્રિજ ઉપર વરસાદી પાણીનો ભરાયા હોય ત્યારે બ્રિજ ક્રોસ ન કરવા તકેદારી રાખવા અપીલ કરી છે.

મધુબન ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા
મધુબન ડેમના કેસમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદ પડતાં ડેમમાં પાણીની આવક વધી છે. ડેમ લેવલ જાળવી રાખવા માટે ડેમના 3 દરવાજા 1 મીટર ખુલ્લા રાખીને દર કલાકે 21 હજાર ક્યુસેટ પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને લઈને દમણગંગા નદીની આજુબાજુમાં રહેતા લોકોને સતર્ક રહેવા તેમજ નદીમાં માછલી પકડવા કે નાહવા ન જવા માટે સોશ્યલ મીડિયાના માધ્યમથી એલર્ટ કરવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વાર સેલવાસ અને દમન પ્રસાસન સાથે VCના માધ્યમથી બેઠક કરીને પરિસ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે.વલસાડ જિલ્લાના મધુબન ડેમ ના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદી પાણીની આવક વધી છે. જેને લઈને ડેમનું લેવલ 71 મીટરે પહોંચ્યું છે. ડેમનું લેવલ જાળવવા માટે મધુબન ડેમના 3 દરવાજા 2 મીટર ખુલ્લા રાખીને 2 કલાકમાં કુલ 31 હજાર ક્યુસેટ પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લાના દમણગંગા નદી કિનારે રહેતા લોકોને સતર્ક રહેવા અને નદી ક્રોસ ન કરવા તેમજ નદીના નાહવા ન જાવા વહીવટી તંત્રએ સૂચના આપી છે.

ઉલ્લેખનીય છે કે કોઝવે જે કામ કરવામાં આવ્યું છે એ વલસાડ સિંચાઈ વિભાગ કે માર્ગ મકાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.દર વર્ષે કોઝવે પર પાણી ફરી વળે છે એ વહીવટી તંત્ર અજાણ છે ?

( ફાઇલ ફોટો )

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here