ગુજરાત અર્ધ લશ્કર સંગઠન ની હિંમતનગર ખાતે પોતાની પડતર માંગ ના કારણે રેલી નો કાર્યક્રમ યોજવામાં આવ્યો

0
1891

ગુજરાત પ્રદેશ પ્રમુખની પટેલ દિપેશ અધ્યક્ષતામાં ગુજરાત અર્ધ લશ્કર સંગઠન ની હિંમતનગર ખાતે પોતાની પડતર માંગ ના કારણે રેલી નો કાર્યક્રમ યોજવામાં આવ્યો.

ગુજરાત અર્ધ લશ્કર સંગઠન રેલી માં ઉપ પ્રમુખ અરવિંદભાઈ ગુજરાત પ્રદેશ,જયંતીભાઈ સંગઠન મંત્રી ગુજરાત પ્રદેશ,અનિલભાઈ અને તુલસીભાઈ ગુજરાત પ્રદેશ મંત્રી ,કમલેશભાઈ સાબરકાંઠા જિલ્લા પ્રમુખ, બાબુભાઈ અરવલ્લી જિલ્લા પ્રમુખ ,વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ,જગદીશભાઈ ગુજરાત પ્રદેશ કો ઓર્ડીનેટર,રાજેશભાઈ મહેસાણા જિલ્લા પ્રમુખ ,પ્રવીણભાઈ બનાસકાંઠા જિલ્લા પ્રમુખ અને અન્ય આશરે અર્ધ લશ્કર સંગઠન ના 560 નિવૃત્ત જવાન ભાઈઓ અને શહીદ પરિવાર પોતાની પડતર માંગ માટે રેલી ના સ્વરૂપ મા કાર્યક્રમ કરી કલેક્ટર શ્રી ને આવેદન આપ્યું.

ખાસ વાત જવાનો પોતાના માન , સન્માન ,સુવિધા અને હક માટે ની ચળવળ માં ખુબ ભારે વરસાદ પણ આ કાર્યક્રમ.ને સફળ રીતે કરેલ જવાનો નો જોમ જોસ્સો ખૂબ જ છે અને જ્યાં સુધી પોતાના હક સન્માન સુવિધા માટે કોઈ પણ હદે મહેનત કરી પ્રયત્નો કરી ચોક્કસ સફળતા મેળવીને જ જંપીશું અનુશાસન માં રહી પોતાની વાત સરકાર સુધી પહોંચે અને સમસ્યાનું નિરાકરણ ના થાય ત્યાં સુધી પ્રયત્નો કરતા રહેશું.
જય હિન્દ જય ભારત

પટેલ દિપેશ
ગુજરાત પ્રદેશ પ્રમુખ
ગુજરાત અર્ધ લશ્કર સંગઠન
મોબાઈલ 7698800349

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here