ધરમપુર-વાંસદા હાઇવે-56 અને આંસુરા બિરસામુંડા સર્કલ થી વાંસદા જતો રોડ અને માલનપાડા તરફ જતો રોડ અતિ બિસ્માર હાલત મા હોવા બાબતે અગાઉ તંત્ર ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામા આવી પરંતુ આજરોજ સવારથી 3 અકસ્માતો થયા હોવાના સ્થાનિક લોકો એ માહિતી આપી હતી.
સોનગઢ તાલુકા પંચાયત ના પ્રમુખશ્રી યુસુભ ગાંમિત ના જણાવ્યા મુજબ તેઓ ધરમપુર ખાતે પોતાના કામ અર્થે આવી રહ્યા હતાં તો એમની સામેજ એક વ્યક્તિ અકસ્માત નો ભોગ બન્યો . પડેલ ખાડાઓ મા કોઈ નિર્દોસ વ્યક્તિ અકસ્માત નો ભોગ ન બને અને તંત્ર દ્વારા તાતકાલિક ખાડાઓ પુરે એ હેતુથી વૃક્ષ ની ડાળીઓ રોપી તંત્ર નો વિરોધ કરવામાં આવ્યો.
જો આ પડેલ ખાડાઓ નુ યોગ્ય અને પ્રોપર નિરાકરણ ન કરવામાં આવ્યું તો આગામી દિવસો મા પ્રજાના હિત ને ધ્યાને રાખી પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ અને મારી ફરજ ના ભાગ રૂપે રસ્તા રોકો આંદોલન કરવાની ફરજ પડશે જેની આ કામના લાગતા તંત્ર એ નોંધ લેવી
જોનીલ ગામીત કોર્પોરેટ વ્યારા, રાહુલ ગામીત,સુજ્ઞેશ વાઢુ, હેમંત પટેલ, અને સાથી મિત્રો હાજર રહ્યા હતા.ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ ટીમ દ્વારા નેશનલ હાઈવે ને ઉજાગર કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યું છે