સમગ્ર વલસાડ જિલ્લામાં પારડી ધરમપુર નાનાપોઢા સહિત વાપી શહેરમાં ઈદ-ઉલ-અઝહા ઈદ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ સમાજ દ્વારા કુરબાની આપવામાં આવી હતી.સામાજીક સંસ્થાઓ તથા સુખી સંપન્ન મુસ્લિમો દ્વારા કુરબાની ની ગરીબો નાં ઘરોમાં વહેંચણી કરવામાં આવી હતી.
વાપીમા જમીયતે ઉલમાએ વાપી ટ્રસ્ટ, કાદરીયા ચિશ્તીયા મસ્જિદ ટ્રસ્ટ, તાજદારે મદીના ટ્રસ્ટ , જમાતે ઇસ્લામી હિંદ તથા સમગ્ર વલસાડ શહેરમાં આવેલી મસ્જિદ નાં ટ્રસ્ટના અગ્રણીઓએ કુરબાની કરીને કુરબાની ની ગરીબો તથા જરૂરિયાતમંદ મુસ્લિમ સમાજ માં વહેંચ્યું હતુ.
વાપી શહેરમાં ઈદ-ઉલ-અઝહા ની નમાઝ ભારે વરસાદ નાં કારણે ઈદગાહ નેં બદલે મસ્જીદોમાં પઢવામાં આવી હતી. ઈદ ની નમાજ પછી વાપી ગુજરાત સહિત સમગ્ર ભારત દેશની પ્રગતિ તથા સુખાકારી તથા અમન શાંતિ ભાઈચારો ની સમગ્ર દેશમાં જળવાઈ રહે તેવી દુવા સામુહિક રીતે તમામ વલસાડ જિલ્લા ની મસ્જીદોમાં મૌલાનાઓ દ્વારા માંગવા માં આવી હતી.
સમગ્ર વલસાડ જિલ્લામાં વલસાડ જિલ્લા પોલીસવડા ડો.રાજદીપસિહ ઝાલા ની રાહબરી હેઠળ વાપીમાં પણ ઈદ પહેલા શાંતિ સમિતિ ની મીટીંગ રાખવામાં આવી હતી તથા વાપી ટાઉન પી. આઇ. બી. જે. સરવૈયા, જી. આઇ. ડી. સી. પી. આઇ. વી. જી. ભરવાડ દ્વારા ચુસ્ત બંદોબસ્ત તથા પેટ્રોલીંગ કરી ને કાયદો વ્યવસ્થા રાખવામાં આવી હતી.