નાના ખુંટવઙા તેમજ પીથલપર ગામ ની દિકરીઓ CRPF ની ટ્રેનિંગ પુર્ણ કરી માદરે વતન પરત ફરતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ

0
213

મહુવા તાલુકા ના નાના ખુંટવઙા તેમજ ઘોઘા તાલુકા નું પીથલપુર ગામની દિકરીઓ હિરલબેન પી.મકવાણા (નાના-ખુંટવઙા) તેમજ નીતાબેન જી.ચૌહાણ આજ રોજ નવ માસ ની ટ્રેનિંગ (અજમેર રાજસ્થાન) પુર્ણ કરી માદરે વતન પરત ફરતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

જેમા માતાજી ના મઢે તેમજ ઠાકર મંદિર તેમજ રામજી મંદિર તેમજ મહાદેવ નાં મંદિર તેમજ રામદેવપીર ના મંદિરે દર્શન કરી પગે લાગી આશીર્વાદ લઈ સમસ્ત ગામ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં નવ મહિના ની ટ્રેનિંગ પુર્ણ કરી પરત ફરતા માતા.પીતા તેમજ ભાઇ બેન ભાવુક બન્યા હતા ત્યારે નાના ખુંટવઙા થી જાંબુઙા વાઙી વિસ્તાર સુધી શોભાયાત્રા નીકળી હતી જેમા ગામ ના તમામ લોકો શોભાયાત્રા જોઙાયા હતા ને દેશ ભક્તિ ના ગીતો સાથે રંગ માં રગાયા હતા જ્યારે વધુ માં બન્ને બહેનો એ જણાવેલ કે નાનપણ થી આર્મી માં જવાનો શોખ તેમજ દેશ ની સેવા કરવા નું ઝનૂન ચઙેલ હોય જે આજ સપનુ સાકર થયુ તેમજ અન્ય બહેનો ને પણ વધારે માં વધારે આગળ આવે ને પોતાના પગ ભર થવા હાકલ કરી હતી ત્યારે નાના ખુંટવઙા ગામ ની પ્રથમ દિકરી CRPF માં આવેલ છે

અહેવાલ-મુકેશ-એસ-વાઘેલા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here