( પાર નદી નેશનલ હાઇવે 56)
વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાની વચ્ચે આવેલી પાર નદીમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે પાર નદી પણ ગાંડીતુર બની ખેડૂતો થયું ભારે નુકસાન
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કપરાડા તાલુકા માંથી પસાર થતો નેશનલ હાઈવે 56 પર વડખંભા પાર નદીમાં ભયાનક સપાટી ઉપર વહી રહી હતી. પુલને પાણી અડી જતા વહીવટી તંત્ર અને નાનાપોઢા પોલીસ દ્વારા સલામતિ માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. વહેલી સવારથી વાહન વ્યવહાર બંધ કરવા આવ્યો હતો.
( નળીમધની)
(આમધા)
કપરાડા ના પાર નદી બે કાંઠે વહી રહી છે . કિનારે આમધા અને નલીમધની ગામમાં સરપંચ અને અન્ય ઘરોમાં પાણી ભરાયા. આમધા ઉપલા ફળિયા જતો રોડ પર કોઝવે પર પાણી ફરી વળતા કોઝવે ધોવાણ થયો છે. ખેડૂતોની નદીના કિનારે આવેલ જમીન ધોવાણ અને ખેતી ને ભારે નુકસાન થયું છે.
( કપરાડા નેશનલ હાઈવે 848)
કપરાડા માં નેશનલ હાઇવે 848 પર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો
કપરાડા તાલુકાના મથક નેશનલ હાઈવે 848 ગુજરાત અને મહારાષ્ટ્ર આંતરિક ઉદ્યોગ સાથે વાહન વ્યવહાર નો મુખ્ય માર્ગ છે. નેશનલ હાઈવે ને અડી ને બિલ્ડર બાંધકામ કરવામાં આવ્યું છે કુદરતી પાણીનું વહેણને નડતરરૂપ પુરાણો કરી દેવામાં આવ્યું જે પાણી નીકળી શકે એમ નથી
રોડ પર પાણી ભરાતા વાહન વ્યવહાર તેમજ સ્થાનિક લોકો મુશ્કેલીઓ માં મુકાયા હતા. ગ્રામ પંચાયતની લાપરવાહી સામે આવી છે. કપરાડા ગ્રામ પંચાયત દ્વારા પરમિશન બિલ્ડર ને જે કરવામાં આવ્યું છે એ બાંધકામ શંકા વ્યક્ત કરી રહ્યા છે