વલસાડ જિલ્લામાં બારે મેઘ ખાંગા ઔરંગા નદી અને પાર નદીમાં આવ્યુ ઘોડા પુર ચારે તરફ પાણી જ પાણી જોવા મળી

0
277

રાજ્યમાં હાલ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી પ્રમાણે સોમવારે મોડી રાત્રે વરસાદે દક્ષિણ ગુજરાતને ધમરોળી નાખ્યું હતું.

વલસાડ જિલ્લા ના વલસાડ ધરમપુર કપરાડા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો.
વલસાડના ભાગડાખુદમાં 3000, હિંગરાજ અને ભળેલીમાં 2000 લોકો પૂરના પાણીમાં ફસાયા, બચાવવા હેલિકોપ્ટરની મદદ લેવાઈ હતી.ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાતાં તંત્ર દ્વારા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ હતુ.

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં બીજા દિવસે પણ રેલના ધસમસતા પ્રવાહમાં NDRFની ટીમે રેસ્ક્યૂ કરવાની કામગીરી હાથ ધરી છે. હિંગરાજ અને ભળેલી વિસ્તારમાં 2000 જેટલા લોકો ફસાયા છે, તો ભાગડાખુદ ખાતે 3000થી વધુ લોકો પૂરના પાણીમાં ફસાયા છે. આ ઉપરાંત વલસાડ શહેરના બરુડિયાવાડ વિસ્તારમાં ત્રણ-ત્રણ ફૂટ પાણી ભરાતાં તંત્ર દ્વારા લોકોનું રેસ્ક્યૂ કરાઇ રહ્યું છે. આ ઉપરાંત વલસાડના હિંગરાજ ગામે હેલિકોપ્ટર દ્વારા 5 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતુ. જિલ્લામાં હજુ પણ ધોધમાર વરસાદને લઇને પરિસ્થિતિ વણસી રહી છે.

ધરમપુર તાલુકાના નાની વહિયાલ ગામ નજીકથી પસાર થતી પાર નદી નું પાણી નદી કિનારે આવેલા નીચલી નવી નગરીમાં પ્રવેશતા બેટ જેવી પરિસ્થિતિ સર્જાતા ફળિયાની ચારે તરફ પાણી ફરી વળ્યુ હતું. સ્થાનિક વોર્ડ સભ્ય જયપાલ એ સમય સૂચકતા વાપરી સરપંચ વિનોદ પટેલને જાણ કરતા સરપંચે મામલતદાર અને ટીડીઓ ધરમપુર ને જાણ કરતા અધિકારીઓ ફાયર બ્રિગેડ અને રેસ્ક્યું ટીમ સાથે આવી પહોચી આશરે 50 થી વધુ લોકોનું રેસક્યું કર્યું હતું.જોકે જોંહજુ વરસાદ બંધ ન થાય તો પરિસ્થિતિ ગ ભીર બનવાની શક્યતા રહેલી છે હાલે રેસ્ક્યું કરેલા તમામને નજીક આવેલા ઘરોમાં આશરો અપાયો છે .જરૂર પડે હાઈસ્કૂલમાં સ્થળતર કરાશે

મધુબન ડેમના 10 દરવાજા 4 મીટર સુધી ખોલાયા
આ ઉપરાંત ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અને વહેલી સવારથી મધુબન ડેમના ચેસમેન્ટ વિસ્તારમાં પડી રહેલા મુશળધાર વરસાદને લીધે ડેમના 10 દરવાજા 4 મીટર સુધી ખોલાયા છે. ડેમમાં મધુબન ડેમમાં 1 લાખ 71 હજાર 196 ક્યુસેક પાણીની આવક થઇ છે, જેમાંથી 1 લાખ 41 હજાર 171 ક્યુસેક પાણી દર કલાકે દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યુ છે. સેલવાસ અને દમણના કલેક્ટર સાથે વલસાડ જિલ્લા કલેક્ટરે વર્ચ્યુઅલ બેઠક કરી ડેમમાંથી છોડવામાં આવતા પાણી વિશે માહિતી આપી હતી. આ ઉપરાંત દમણગંગા નદીના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. મધુબન ડેમમાંથી પાણી છોડાતાં દમણગંગા નદીના પાણી સેલવાસ, વાપી અને દમણથી દરિયામાં ભળી રહ્યા છે. ભારે વરસાદને કારણે સેલવાસનો ભિલાડ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here