ફરીયાદી એક જાગૃત નાગરિક ફરીયાદીએ ધંધા રોજગાર માટે ઇકો કાર ખરીદ કરવા શ્રી બાજપાઇ બેંકેબલ યોજનામાંથી લોન મેળવવા સારૂ અરજી કરેલ. જે અરજી બેંક ઓફ બરોડા, મોટા વાધછીપા શાખામાં ટ્રાન્સફર થયેલ. જેથી ફરીયાદી લોન પાસ કરાવવા માટે આ કામના આરોપી
આરોપી પ્રસન્નજીતકુમાર શ્રીરામનંદન રજક, મેનેજર, બેંક ઓફ બરોડા, મોટા વાઘછીપા શાખા, તા.પારડી જી.વલસાડ
(૨) ભરતભાઇ ચંદુભાઇ પટેલ, (ખાનગી વ્યકિત) ગુનો બન્યા : તા.૧૨.૦૭.૨૦૨૨ લાંચની માંગણીની રકમ : રૂપિયા ૨૦,૦૦૦/- લાંચની સ્વીકારેલ રકમ : રૂપિયા ૨૦,૦૦૦/- લાંચની રીકવર કરેલ રકમ : રૂપિયા ૨૦,૦૦૦/-ગુનાનુ સ્થળ મોજે નવજીવન મેડીકલ સ્ટોરમાં, મરી માતા મંદિર, અરનાલા ગામ, તા.પારડી જી.વલસાડ
આ કામના ફરીયાદીએ ધંધા રોજગાર માટે ઇકો કાર ખરીદ કરવા શ્રી બાજપાઇ બેંકેબલ યોજનામાંથી લોન મેળવવા સારૂ અરજી કરેલ. જે અરજી બેંક ઓફ બરોડા, મોટા વાધછીપા શાખામાં ટ્રાન્સફર થયેલ. જેથી ફરીયાદી લોન પાસ કરાવવા માટે આ કામના આરોપી નં.(૧)ને રૂબરૂ મળતાં ફરીયાદી પાસે પ્રથમ રૂપિયા ૫૦,૦૦૦/- ની માંગણી કરેલી જે રકઝકના અંતે રૂ.૨૦,૦૦૦/- આપવાના નક્કી થયેલા. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોય, ફરીયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે ફરીયાદીની ફરીયાદના આધારે આજ રોજ લાંચના છટકાનું આયોજન કરતા ફરીયાદીનાઓ આરોપી નં.(૧) ને રૂબરૂ મળતા હેતુલક્ષી વાતચીત કરતા આરોપી નં.(૧) ના કહેવાથી ફરીયાદી લાંચની રકમ આપવા આરોપી નં.(૨) પાસે ગયેલ. આરોપી નં.(૧) નાએ આરોપી નં.(ર) ને લાંચની રકમ સ્વીકારી લેવા જણાવતા આરોપી નં.(ર) એ લાંચની રકમ સ્વિકારી, આરોપી નં. (૧) ને આપી,બન્ને આરોપીઓએ એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિ. બાબત
બંને આરોપીઓને એસીબી એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
ટ્રેપીંગ અધિકારી કે.આર.સકસેના પોલીસ ઇન્સપેકટર, વલસાડ અને ડાંગ એસીબી પો.સ્ટે. તથા એસીબી સ્ટાફ સુપર વિઝન અધિકારી એન.પી.ગોહિલ, મદદનીશ નિયામક, એસીબી સુરત એકમ, સુરત