વલસાડ જિલ્લામાં આંગણવાડી કેન્દ્ર, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિક શાળાઓ ઔધોગિક તાલીમ સંસ્થાઓ (ITI) તેમજ કોલેજોમાં રજા જાહેર

0
308

જિલ્લામાં ભારે થી અતિ ભારે વરસાદને કારણે અવર જવર કરવાની મુશ્કેલી તથા નદી-નાળામાં પૂરની પરિસ્થિતિ

ભારેથી અતિભારે વરસાદના કારણે શાળામા રજા આપવા બાબત માનજિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીની સૂચના ઉપરોક્ત વિષયના અનુસંધાને જણાવવાનું કે જિલ્લામાં ભારે થી અતિ ભારે વરસાદને કારણે અવર જવર કરવાની મુશ્કેલી તથા નદી-નાળામાં પૂરની પરિસ્થિતિ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિને કારણે તા:૧૪/૦૭/૨૦૨૨ ના રોજ તમામ આંગણવાડી કેન્દ્ર, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિક શાળાઓ ઔધોગિક તાલીમ સંસ્થાઓ (ITI) તેમજ કોલેજોમાં રજા જાહેર કરવામાં આવે છે. જે બાળકોના પોતાના ઘરેથી આંગણવાડી કેન્દ્રમાં અથવા શાળામાં આવવા નીકળી ગયા હોય તેમને વાલી સંપર્ક કરી જવાબદાર વ્યક્તિ સાથે મોકલવા નોંધ લેવી. તમામ વિધાર્થીઓ વાલીઓને અત્યારે જ સૂચના આપવી જેથી પોતાના ઘરેથી આંગણવાડી કેન્દ્રમાં અથવા શાળાએ આવવા કોઈ વિધાર્થી નીકળે નહિ તેમ સૂચના આપવા જણાવવામાં આવે છે.

આ ઉપરાંત આ જિલ્લાની તમામ કોલેજ તેમજ આઈ.ટી.આઈ માં પણ રજા જાહેર કરવામાં આવે છે. જે શાળા,કોલેજો ઓનલાઈન વર્ગો ગોઠવી શકાય તેમ છે ત્યાં ઓનલાઈન વર્ગોનું આયોજન કરી શકાશે.ઉપરોક્ત બાબતે કોઈપણ પ્રકારની બેદરકારી રાખવી નહી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here