ધરમપુર તાલુકાના શેરીમાળ મુકામે રક્તદાન શિબિર, અંગદાન, દેહદાન ચક્ષુદાન સંકલ્પ દ્વારા Rainbow warriors ગ્રુપના સ્થાપના દિનની ઉજવણી.

0
334

ધરમપુર તાલુકાના શેરીમાળ મુકામે રક્તદાન શિબિર, અંગદાન, દેહદાન ચક્ષુદાન સંકલ્પ દ્વારા Rainbow warriors ગ્રુપના સ્થાપના દિનની ઉજવણી.

  • 60 યુનિટ રક્તદાન તથા 5 સભ્યોએ અંગદાન, દેહદાન ચક્ષુદાન સંકલ્પ કર્યો હતો.

Rainbow warriors Dharampur ગ્રુપના સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે શેરીમાળ યુવા મિત્રમંડળ, પાર્થ ટ્રેડર્સ વાપી, સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ, ઉમિયા સોશ્યલ ટ્રસ્ટ વલસાડ તથા Rainbow warriors Dharampur ના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિર, અંગદાન , દેહદાન તથા ચક્ષુદાન સંકલ્પ કાર્યક્રમ ધરમપુર તાલુકાના તાડપાડા પ્રા. શાળા શેરીમાળ મુકામે યોજવામાં આવ્યો હતો. જેમાં 60 યુનિટ રક્તદાન તથા 5 સભ્યોએ અંગદાન, દેહદાન ચક્ષુદાન સંકલ્પ કર્યો હતો.

કાર્યક્રમનું ઉદઘાટન પાર્થ ટ્રેડર્સ વાપી ઉદ્યોગપતિ પાર્થિવ મહેતાના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે દેહદાન ચક્ષુદાન અને અંગદાનનો સંકલ્પ લેનાર દિવ્યેશ પટેલ( નાયબ મામલતદાર કવાંટ), સ્વાતિ પટેલ, અનુજ પટેલ, ભાવિન પટેલ તથા સાહિલ પટેલનું પુષ્પ છોડ આપી સન્માન કરવામાં આવ્યું.

ગામની દીકરી શેરીમાળ પ્રા. શાળામાં અભ્યાસ કરતી ધ્રુવી પટેલ nmms શિષ્યવૃત્તિ પરીક્ષામાં રાજ્યના મેરીટ લીસ્ટમાં આવવા બદલ મહેમાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું.

આ પ્રસંગે મોટાપોંઢા કોલેજના નિવૃત આચાર્ય બી.એન. જોશી સાહેબે Rainbow warriors Dharampur ગ્રુપની પ્રવૃત્તિને બિરદાવી હતી તથા ગ્રુપ ભવિષ્યમાં ખુબ જ પ્રગતિ કરે એવી શુભકામના આપી હતી.

આ પ્રસંગે પાર્થિવ મહેતા ઉદ્યોગપતિ વાપી, વિરલભાઈ દેસાઈ (ફાઉંડર યુનિક ફાઉન્ડેશન), રિતેશભાઈ દેસાઈ , વિજયસિંહ પરમાર ( પ્રમુખ ધરમપુર તાલુકા પ્રા. શિ.સંઘ), કમલેશભાઈ માહલા (ઉપ પ્રમુખ ધરમપુર તાલુકા શિક્ષક સંઘ) મહેશભાઈ પટેલ ( પ્રમુખ ટીચર સોસાયટી ધરમપુર), જયેશભાઈ પલ્લવ પ્રિન્ટર ધરમપુર, પુખરાજ અગ્રવાલ બી.આર. ઇન્ટર નેશનલ સ્કૂલ ધરમપુર, મહેશભાઈ ગરાસિયા, Rto સુરત, હિનલ પટેલ મહામંત્રી નાયકા સમાજ, સુનિલભાઈ પટેલ( જી. ઈ.બી નાનાપોંઢા) બુધાભાઈ પટેલ, મોહનભાઈ પટેલ સુરેશભાઈ પટેલ (સરપંચ શેરીમાળ) અમ્રતભાઈ (સામાજિક કાર્યકર્તા) શિક્ષકો રાજેશ પટેલ, હિતેશ પટેલ, નીરજ માંકડિયા, હેમંત રાઠોડ , પંકજ પટેલ, નલિની ગરાસિયા, તથા મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહી રક્તદાતા, અંગદાન દેહદાન ચક્ષુદાનનો સંકલ્પ લેનારને પ્રોત્સાહિત કર્યા હતા.
કાર્યક્રમમાં રક્તદાતા માટે પ્રોત્સાહક ભેટ પાર્થ ટ્રેડર્સ વાપી તથા સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ તરફથી આપવામાં આવી હતી. નાસ્તાની વ્યવસ્થા શિક્ષક ઈશ્વર માહલા તરફથી, પુષ્પછોડ ધરણાં ગ્રુપ સિદુંબર તરફથી તથા ભોજનની વ્યવસ્થા તાડપાડા યુવા મિત્રમંડળ તરફથી કરવામાં આવી હતી.

કાર્યક્રમને સફળ બનાવવા માટે શેરીમાળ તથા તાડપાડા યુવાનો દિવ્યેશ પટેલ, દિવ્યાંગ પટેલ, હિતેન્દ્ર પટેલ, ભાવિન પટેલ, સાહિલ પટેલ, સુરેશ પટેલ , મહેશ્વર પટેલ , ઉપેન્દ્ર પટેલ, વિરલ પટેલ, જતીન પટેલ Rainbow warriors Dharampur ગ્રુપના કમિટી સભ્યો ઉમેશ પટેલ, અંકિત પટેલ, રજનીકાંત પટેલ ( સરપંચ મરઘમાળ), ડૉ. વિરેન્દ્ર ગરાસિયા, મિતેશ પટેલ, જીતુ ચાવડા, મનોજ ચૌધરી, મહેશ સુરકાર, સુજલભાઈ પટેલ વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી.
કાર્યક્રમનું સફળ સંચાલન કેતનભાઈ ગરાસિયા, જયેશભાઈ ગરાસિયા તથા Rainbow warriors Dharampur કો. ઓર્ડીનેટર શંકર પટેલે કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here