વલસાડ જિલ્લા માંથી પસાર થતો નેશનલ હાઇવે 848 પર પારડી થી કપરાડા સુધી બિસમાર બન્યો વાહન ચાલકો તોબા પોકારી ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
પારડી થી નાસિક જતો નેશનલ હાઈવે અહીંથી પસાર થતા મહારાષ્ટ્ર- ગુજરાત જોડતા નેશનલ હાઇવે ચોમાસાની વરસાદની શરૂઆતમાં જ બિસમાર બન્યો હતો. આ બિસમાર હાઈવેને લઈ સ્થાનિકો સહિત વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા છે. આ રસ્તાના કપરાડા પારડી ખખડધજ રસ્તાને લઈ પસાર થતા જેને લઈ વાહનો ને નુકશાન અને અકસ્માત થયા છે.અહીં ઘણા વાહન ચાલકોના વાહન પસાર થાય ત્યારે પથ્થર અને પાણી વાહનોના પણ નુકસાન પહોંચે છે. આ બિસમાર રસ્તાને પગલે બાઇક ચાલકો અકસ્માતના ભોગ બની ઇજાગ્રસ્ત બન્યા છે.
વલસાડ જિલ્લામાં વરસાદ પડવાથી અનેક વિસ્તારો પાણી પાણી થઇ ગયું છે ત્યારે પારડી થી નાસિક નેશનલ હાઈવે 848 અને વાપી થી મોડાસા નેશનલ હાઈવે 56 જતા નેશનલ હાઇવે પર વરસાદથી રોડ પર મસમોટા ખાડા નજરે જોવા મળી રહ્યા છે.
હાલમાં વાહન વ્યવહારને મુશ્કેલી પડી છે.. બીજી તરફ ગુજરાત અને મહારાષ્ટ્ર ના ઉદ્યોગને જોડતા નેશનલ હાઇવે પર પાણી ભરાઈ જતાં નાના વાહનોને ખાડા પડે છે અને મોટા વાહનો પાણી ઉડતું હોઈ છે. પડી રહ્યું તો બીજી તરફ મોટા વાહનો પોતાના જીવન જોખમે પસાર થઈ રહ્યા છે.હાઇવે પર પડેલા આં ખાડાઓના કારણે અકસ્માતની થઈ રહ્યા છે ત્યારે તાત્કાલિક ધોરણે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા આં રોડ વચ્ચે પડેલા ખાડા અને રોડ આવતું પાણી ગટર બનાવી રિપેર કરવામાં આવે તેવી માંગ છે.
વાપી થી ધરમપુર-પારડી થી કપરાડા દર વર્ષે એની એજ જગ્યાએ પાણી અને ખાડા પડતા હોય છે. વર્ષોથી સમસ્યાઓ છે કેમ નેતાઓ વહીવટી તંત્રની નજર કેમ નથી આવતું દર વર્ષે ખાડા પડે છે.રિપેર કરવામાં આવે છે. પણ એની એજ જગ્યાએ ખાડા પડવાનું કારણ શું હોઈ શકે ?