ડિજિટલ મીડિયા સંસદના સત્રમાં નવા કાયદામાં અમેંડમેંટ થશે બિલને મંજૂરી મળ્યા બાદ રજીસ્ટ્રેશન કરાવવા પડશે

0
220

મીડિયા રેગ્યુલેટરી એક્ટમાં ડિજિટલ મીડિયાનો સમાવેશ કરવાનો અર્થ તેને અખબારોની સમકક્ષ લાવવાનો છે. જે બાદ ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રેસ એન્ડ મેગેઝીન રજીસ્ટ્રેશન બિલ હેઠળ રજીસ્ટ્રેશન માટે અરજી કરવાની રહેશે.

આ અગાઉ ક્યારેય ડિજિટલ મીડિયાને સરકારી રેગ્યુલેશનમાં સામેલ કરવામાં આવ્યું નથી. સૂત્રો દ્વારા મળતી વિગતો અનુસાર આ બિલને મંજૂરી મળ્યા બાદ ન્યૂઝ સાઈટ્સ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી થશે. જો આવું કરશે, તો ફક્ત રજીસ્ટ્રેશન તો કેન્સલ થશે, પણ સાથે સાથે તેમના પર ભારે દંડ પણ લગાવામા આવશે.સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, સૂચના અને પ્રસારણ મંત્રાલયે પ્રેસ અને પીરિયોડિકલ્સ બિલના રજીસ્ટ્રેશનમાં અમેંડમેંટને લઈને પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જે અંતર્ગત પહેલી વાર ડિજિટલ મીડિયાને સામેલ કરવામા આવી રહ્યું છે. હવે તેના દાયરામાં કોઈ પણ ઈલેક્ટ્રોનિક્સ ડિવાઈસ દ્વારા પબ્લિશ થનારા સમાચારોને સામેલ કરવામાં આવશે. આ બિલ આવ્યા બાદ હવે ડિજિટલ સમાચાર પબ્લિશર્સને રજીસ્ટ્રેશન માટે અપ્લાઈ કરવાનું રહેશે અને આ કામ કાયદો લાગૂ થયાના 90 દિવસની અંદર અંદર કરવાનું રહેેશે.પ્રેસ રજિસ્ટ્રાર જનરલની પાસે કરવાનું રહેશે અપ્લાયઆ કાયદો લાગૂ થયા બાદ ડિજિટલ સમાચાર પબ્લિશર્સને પ્રેસ રજિસ્ટ્રાર જનરલ પાસે રજિસ્ટ્રેશન માટે અપ્લાઈ કરવાનું રહેશે. આ ઉપરાંત સરકારે બનાવેલા નિયમોનું કોઈ ડિજિટલ પબ્લિશર્સ ઉલ્લંઘન કરશે તો તેના પર કાર્યવાહી કરશે. આ કાર્યવાહી કરવાનો અધિકાર પ્રેસ રજિસ્ટ્રારની પાસે રહેશે. દોષિ જણાતા પબ્લિશર્સનું રજીસ્ટ્રેશન કેન્સલ થશે અને તેના પર દંડ પણ લાગશે.કોઈ કાયદા અંતર્ગત નહોતું ડિજિટલ મીડિયાઆ કાયદો આવ્યા પહેલા અત્યાર સુધી ડિજિટલ મીડિયા કોઈ કાયદો અથવા રેગ્યુલેશન અંતર્ગત આવતુ નહોતું. હવે આ અમેંડમેંટ બાદ ડિજિટલ મીડિયા ડાયરેક્ટ સૂચના અને પ્રસારણ મંત્રાલયના કંટ્રોલમાં આવી જશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ભારતીય પ્રેસ કાઉંસિલના પ્રેસિંડેંટની સાથએ એક અપીલીય બોર્ડની યોજના બનાવા જઈ રહ્યું છે. અત્યાર સુધી પીએમઓ અને અન્ય સ્ટેકહોલ્ડર્સે આ બિલને મંજૂરી આપી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here