વલસાડના વેલવાચમાં બર્થ ડે પાર્ટીની આડમાં ચાલતી દારૂની મહેફિલમાં કપરાડા તાલુકાના નબીરાઓ ઝડપાયા

0
286

  • વલસાડના વેલવાછમાં બર્થ ડે પાર્ટીની આડમાં ચાલતી દારૂની મહેફિલ ઝડપાઇ, 27 નબીરા સાથે 4.66 લાખનો મુદ્દામાલ કબ્જે
  • 11 વાહનો 25 મોબાઇલ એક તલવાર મળી કુલ 4.66 લાખનો મુદ્દામાલ ઝડપાયો
  • કેક કાપવા માટે સ્પેશિયલ તલવાર લાવવામાં આવી હતી
  • વલસાડ જિલ્લા કલેકટરના હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કર્યો હતો. પોલીસે મુદ્દામાલમાં તલવાર પણ કબજે કરી હતી.

હથિયાર બંધીના જાહેરની પણ કલમ એડ કરાઈ
વલસાડ રૂરલ પોલીસ હદ વિસ્તારમાં LCBની ટીમે કાંજણ હરી ગામમાં વરસાદના વધામણા કરવા માટે આપવામાં આવેલી દારૂની પાર્ટીમાં એક સગીર સહિત 41 શખ્સોને દારૂની મહેફિલ માણતા ઝડપી પાડ્યા હતા. હજુ તો તે ઘટનાની શાહી નથી સુકાઈ ત્યાં વલસાડ રૂલર પોલીસની ટીમે વેલવાચ અને કાકાડમતી ગામની વચ્ચે આવેલા કુંડી ફળિયાના એક મરઘા ફાર્મમાં બર્થડે પાર્ટીની આડમાં ચાલતી દારૂની મહેફિલમાંથી એક સગીર સહિત 27 શખ્સોને દારૂની મહેફિલ માંણતા ઝડપી પાડયા છે.

વલસાડના વેલવાછમાં બર્થ ડે પાર્ટીની આડમાં ચાલતી દારૂની મહેફિલ ઝડપાઇ, 27 નબીરા સાથે 4.66 લાખનો મુદ્દામાલ કબ્જે

11 વાહનો 25 મોબાઇલ એક તલવાર મળી કુલ 4.66 લાખનો મુદ્દામાલ ઝડપાયો કેક કાપવા માટે સ્પેશિયલ તલવાર લાવવામાં આવી હતી હથિયાર બંધીના જાહેરની પણ કલમ એડ કરાઈ

વલસાડ રૂરલ પોલીસ હદ વિસ્તારમાં LCBની ટીમે કાંજણ હરી ગામમાં વરસાદના વધામણા કરવા માટે આપવામાં આવેલી દારૂની પાર્ટીમાં એક સગીર સહિત 41 શખ્સોને દારૂની મહેફિલ માણતા ઝડપી પાડ્યા હતા. હજુ તો તે ઘટનાની શાહી નથી સુકાઈ ત્યાં વલસાડ રૂલર પોલીસની ટીમે વેલવાછ અને કાકાડમતી ગામની વચ્ચે આવેલા કુંડી ફળિયાના એક મરઘા ફાર્મમાં બર્થડે પાર્ટીની આડમાં ચાલતી દારૂની મહેફિલમાંથી એક સગીર સહિત 27 શખ્સોને દારૂની મહેફિલ માંણતા ઝડપી પાડયા છે.

27 શખ્સોની અટકાયત
વલસાડ રૂરલ પોલીસની ટીમ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન મળેલી બાતમીના આધારે અને કાકડમટી અને વેલવાચ વચ્ચે આવેલા અરવિંદભાઈ છનાભાઈ પટેલના મરઘાં ફાર્મમાં આશિષ શંકરભાઈ કોલચાની બર્થ ડે પાર્ટીમાં દારૂ પીરસાઈ રહ્યો હોવાને બાતમી મળી હતી. મળેલી બાતમીના આધારે વલસાડ પોલીસ પોલીસ જવાનોની મદદ મેળવી અરવિંદ છનાભાઈ પટેલના મરઘાં ફાર્મમાં ચાલતી બર્થ ડે પાર્ટીની આડમાં ચાલતી મહેફિલ ઉપર રેડ કરી એક સગીર સહિત 27 શખ્સોને દારૂની મહેફિલ માંણતા ઝડપી પાડ્યા હતા. વલસાડ રૂરલ પોલીસે બર્થ ડે બોય આશિષ શંકરભાઈ કોડચા અને એક સગીર સહિત 27 દારૂડિયાની વલસાડ રૂરલ પોલીસે ધરપકડ કરી વલસાડ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ કરવી આગળની તપાસ હાથ ધરી છે.

બર્થ ડે કેક કાપવા માટે તલવાર લાવ્યા હતા
આશિષની બર્થ ડેની કેક કાપવા માટે તલવાર લાવ્યા હતા, તલવાર વડે બડેની કેક કાપવામાં આવી હતી અને વલસાડ જિલ્લા કલેકટરના હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કર્યો હતો. પોલીસે મુદ્દામાલમાં તલવાર પણ કબજે કરી હતી.

દારૂની મહેફિલમાંથી કુલ 4.66 લાખનો મુદ્દદાબાદ કબજે કરાયો
વેલવાછના મરઘા ફાર્મમાં ચાલતી દારૂની મહેફિલમાંથી 6 બોટલ દારૂની ખાલી મળી આવી હતી. 25 મોબાઇલ 11 વાહન અને કેક કાપવા માટે લાવેલા તલવાર સહિત 4.66 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ આરોપીઓ ઝડપાયા
બર્થ ડે બોય અને આયોજક આશિષ શંકરભાઇ કોળચા,ઉ.29,રહે, કાકડમટી મંદિર ફળિયું,તા. વલસાડ

મરઘા ફાર્મનો માલિક અરવિંદ છનાભાઇ પટેલ.ઉ.60,રહે. વેલવાચ કુંડી ફળિયું, વલસાડ

બિપીન પ્રવિણચંદ્ર નાયકા,ઉ.21,રહે.અંભેટી તા.પારડી
નિલેશ અજયભાઇ પટેલ,ઉ.19, રહે. ડુમલાવ, તા.પારડી
ભાવેશ પ્રકાશ પટેલ.ઉ.25,રહે. ચીવલ, તા.પારડી

અનિલ અરવિંદ નાયકા,ઉ.24 રહે.નાનાપોંઢા , તા. કપરાડા
બાળ કિશોર ઉ.17,
સ્નેહલ મંગુભાઇ પટેલ ઉ.24, રહે.અંભેટી, તા. કપરાડા
ભાવેશ રમણભાઇ સોળિયા,ઉ.26, રહે.વડખંભા, તા.કપરાડા
બીપીન દિલીપભાઇ વારલી,ઉ.23 રહે.બાલચોંડી, તા. કપરાડા
અંકિત અરવિંદભાઇ પટેલ, ઉ.19, રહે.પરિયા, પારડી
અજય મંગલ રાજભર,ઉ.21,છીરી,વાપી,
નિરંજન બ્રિજનાથ મૌર્ય,ઉ.40, રહે.નાનાપોંઢા, તા. કપરાડા
પરિમલ ભરત પટેલ,ઉ.19, રહે.અંભેટી,તા.કપરાડા
અજય ચંદુભાઇ નાયકા, ઉ.19, રહે.અંભેટી,તા. કપરાડા
અક્ષય જવેરભાઇ નાયકા,ઉ.23, રહે.અંભેટી,તા. કપરાડા
અજય નિલેશ ભુરકુંડ,ઉ.21, રહે.નાનાપોંઢા, તા. કપરાડા
અજય ગુલાબ ગાંગુડા,ઉ.25, રહે.વારોલી,તા. કપરાડા
અલ્પેશ અશોક પટેલ,ઉ.25,ધંધો,બેકાર,રહે.કાકડમટી નાયકી ફલીયા વલસાડ
ગણેશ રમણભાઇ સોળિયા,ઉ.28,ધંધો ખેતી,રહે. વડખંભા, બોરપી ફળિયા તા.કપરાડા,
પ્રતિક ભુપેન્દ્ર પટેલ,ઉ 19, ધંધો અભ્યાસ,રહે.અંભેટી, કપરાડા,
વિરલ મહેશ પટેલ,ઉ.19,ધંધો બેકાર,રહે.અંભેટી, કપરાડા,
કૈનુર રાજેશ કોલચા,ઉ.19,ધંધો બેકાર,રહે.કાકડમટી,તા.વલસાડ,ભાવિન રાજેશ પટેલ,ઉ.20,ધંધો બેકાર રહે.અંભેટી, તા.કપરાડા

ઉલ્લેખનીય છેકે નાનાપોઢા વિસ્તારમાં પણ અનેક એવી પાર્ટીઓ કરવામાં આવે છે. એવા નબીરા ઓ મોટી સંખ્યામાં ગેંગ ટોલકીઓ હોય છે. કામ ધંધો કરતાં નથી બેકાર ફરે છે. પરિવાર માં ધમકીઓ આપી ઘરેથી રૂપિયા લઈ પાર્ટી યોજવામાં આવતી હોય છે. મોટા ભાગની પાર્ટી નજીકમાં સંઘ પ્રદેશ મોરખલ અગર નજીકમાં ધાબા પર થતી હોય છે. જેમાં 15 થી 20 વર્ષના હોય છે. વલસાડ પોલીસ ની જેમ નાનાપોઢા પોલીસ પણ એવા નબીરા ઓને પકડી પાડે એ સમયની માંગ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here