https://youtu.be/h8ZTcTsa4b0
વિકાસની વાતો તમામ સરકારો દ્વારા કરવામાં આવે છે પરંતુ આજે પણ વલસાડ જિલ્લાના અમુક ક્ષેત્રો એવા છે જ્યાં વિકાસ પહોંચ્યો જ નથી. કપરાડા તાલુકાના અમુક ગામ એવા છે જ્યાં આજે પણ પાક્કો રસ્તો નથી બન્યો. કીચડ વાળા રસ્તાને નાળા કોઝવે કારણે ગામના લોકોએ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
વિકાસની વાતો તો ઘણી થઈ રહી છે પરંતુ આ ગામડાઓ સુધી હજી વિકાસ પહોંચ્યો નથી. કપરાડા વિધાનસભા વિસ્તારના આ ગામનું નામ વારોલી તલાટ ભવાનપાડા ફળિયું છે. ગામના લોકોનું કહેવું છે કે આઝાદી પછી અત્યાર સુધી આ ગામમાં રોડ નથી બન્યો. રોડ ન હોવાને કારણે ગામલોકોએ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગામમાં રહેતા વિજય ભાઈ વળવી જણાવે છે કે, મુખ્ય રસ્તા અને સ્કૂલમાં જવા રસ્તો નથી જતા પહેલા કોતરો માંથી પાણી આવે છે.જ્યાં ચોમાસામાં હંમેશા પાણી ભરેલું હોય છે. ગામમાં મુખ્ય રસ્તો છે જે ચાર થી પાંચ કિલોમીટર સુધીનો કાચો છે. ગામના બાળકો અને મહિલાઓએ ખાસ કરીને રોડ અને નાળા અભાવે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
કપરાડા તાલુકાના વારોલી તલાટ ભવાનપાડા ફળિયાના આઝાદીના 75 વર્ષ પછી પણ રસ્તો બન્યો નથી. બીજી તરફ જંગલ વિસ્તાર અને ડુંગરોની હારમાળા વચ્ચે આવેલ વારોલી તલાટ ભવાનપાડા ગામ કે જે ગામની આશરે 800 થી વધુ વસ્તી છે અને અહીં મહત્વની વાત એ છે કે ગામમાં આદિવાસી સમાજના વારલી લોકોની વસ્તી છે. આજદિન સુધી એકપણ વ્યક્તિ ને સરકારી નોકરી મળી નથી .32 વર્ષથી પ્રાથમિક શાળા ચાલે છે.વારલી સમાજ આજે પણ શિક્ષિત નથી.અહીંના મહેનત મજૂરી કરી જીવન ગુજારે છે.
વારોલી તલાટ ભવાનપાડા રસ્તાના કારણે એમ્બ્યુલન્સ સેવા પણ મળતી નથી. સગર્ભા મહિલાઓ તેમજ દર્દીઓને સારવાર હોસ્પિટલમાં લઈ જવા માટે મુશ્કેલી પડે છે. આજદિન સુધી 108 એમ્બ્યુલન્સ આવી નથી.
વારોલી ગામના ગ્રામજનો આઝાદીના 75 વર્ષ પછી પણ રસ્તો જોયો જ નથી. વારોલી તલાટ ગામમાં બીમાર હોઈ જેથી પરિવાર ના સભ્યએ ગ્રામજનોનો સહારો લઈ લાકડાં ની ઝોળી પોતાના ઘરેથી ઉચકીને લઇ જવું પડે છે.