વલસાડ જિલ્લા અને સંઘપ્રદેશ મળી 300 તેજસ્વી તારલા અને વિશેષ વ્યક્તિઓનું સન્માન કરાયું

0
255

  • જિલ્લા અને સંઘપ્રદેશ મળી 300 તેજસ્વી તારલા અને વિશેષ વ્યક્તિઓનું સન્માન કરાયું
  • બ્રહ્રસમાજના યુવાનો સામાજિક કામગીરી માટે આગળ આવવાનું આહવાન
  • વલસાડ જિલ્લા દ્વારા રવિવારે પારડી ખાતે એકલિંગી મહાદેવ હોલમાં તેજસ્વી તારલા અને વિશેષ વ્યક્તિના સન્માનના કાર્યક્રમનું આયોજન

સમસ્ત બ્રહસમાજ રાજયકક્ષા વલસાડ જિલ્લા દ્વારા રવિવારે પારડી ખાતે એકલિંગી મહાદેવ હોલમાં તેજસ્વી તારલા અને વિશેષ વ્યક્તિના સન્માનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જિલ્લાના પ્રમુખ બી.એન.જોષીએ સમાજ દ્વરા થયેલી કામગીરીનો ચિતાર આપી બ્રહમસમાજના યુવાનો પણ સામાજિક કામગીરી માટે આગળ આવે તેવી હાંકલ કરી હતી.

આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે વલસાડ લોટસ હોસ્પિટલના ડો.કલ્પેશ જોષી, વલસાૃડના મહેશ આચાર્ય, દમણના અપૂર્વ પાઠક, વાપીના પપ્પુભાઇ તિવાર, નિબજીભાઇ રાજપુરોેહિત, નરપત જીવાજી રાજપુરોહિત, રાજેશ ઉપાધ્યાય દમણ, મંગળભાઇ રાજપુરોહિત ,ઉમરગામ સમાજના પ્રમુખ ચંદુભાઇ શાસ્ત્રી,તરુણ દિક્ષિત, જિલ્લા મહામંત્રી મહેશ પ્રતાપભાઇ જોષી, કલ્પેશભાઇ જાની, ભાવેશભાઇ જોષી, ફાલ્ગુની રાજનભાઇ ભટ્ટ,પી.એસ.દવે, સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતાં. આ કાર્યક્રમમાં પારડી સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારો સહિત 300 જેટલા તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતુ. વલસાડના પ્રિતીબેન પાંડે જયોતિબેન બધેકા સહિતની મહિલાઓ મોટી સંખ્યામાં કાર્યક્રમમાં હાજર રહી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here