દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ગુજરાતના પ્રવાસે

0
209

  • દક્ષિણ ગુજરાતની સેનેટ ચૂંટણી પર દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ખુદ નજર રાખશે.
  • સીએમ કેજરીવાલ પણ કાર્યકરોનો જુસ્સો વધારવા આ પહેલાં કહી ચૂક્યા છે કે તેઓ દર અઠવાડિયે ગુજરાતના પ્રવાસે આવશે
  • ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારી પણ આમ આદમી પાર્ટી જોરશોરથી કરી રહી છે.

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ગુજરાતના પ્રવાસેસુરત: દેશની રાજધાની દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તારીખ 21મી જુલાઈ, ગુરુવારે અરવિંદ કેજરીવાલ ફરીથી ગુજરાતના પ્રવાસે આવશે. દક્ષિણ ગુજરાતની સેનેટ ચૂંટણી પર દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ખુદ નજર રાખશે. સુરતની વીર નર્મદ યુનિવર્સિટીની સેનેટની ચૂંટણી તારીખ 14મી ઓગસ્ટે યોજાવાની છેમુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી રહ્યા હોવાથી ગુજરાત આમ આદમી પાર્ટીના કાર્યકરો અને સમર્થકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સીએમ કેજરીવાલ પણ કાર્યકરોનો જુસ્સો વધારવા આ પહેલાં કહી ચૂક્યા છે કે તેઓ દર અઠવાડિયે ગુજરાતના પ્રવાસે આવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારી પણ આમ આદમી પાર્ટી જોરશોરથી કરી રહી છે.

સુરતની વીર નર્મદ યુનિવર્સિટીની સેનેટની ચૂંટણી માટે 14 ઓગષ્ટે ચૂંટણી યોજાશે આ માટે 6 ઓગષ્ટ સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. સેનેટની 32 બેઠક માટે 1 લાખ 50 હજારથી વધુ મતદાતાઓ મતદાન કરશે. જોકે, આમ આદમી પાર્ટી 19 જુલાઈએ નામોની જાહેરાત કરી શકે છે. ત્યારે અરવિંદ કેજરીવાલ 21 જુલાઈએ સુરત આવી શકે છે.જોકે, ભાજપે હજુ સુધી ઉમેદવારના નામ જાહેર કર્યા નથી. આગામી બે દિવસમાં બેઠક યોજી ચર્ચા કર્યા બાદ ઉમેદવારના નામ જાહેર કરી શકે છે. ત્યારે કોંગ્રેસ દ્વારા પણ હાલ ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી નથી. આ માટે તેમને દિગ્ગજ નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે પૂર્વ સિન્ડિકેટ સભ્ય હોશંગ મિર્ઝા, શહેર પ્રમુખ નૈષદ દેસાઈ અને કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલ સહિત 12 લોકોને જવાબદારી સોંપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here