ખાનવેલથી પરત આવી રહેલ બાઈક સવારને કાર ચાલકને ટક્કર મારતા લાઈટના થાંભલા સાથે અથડાતા એક યુવાનનું ઘટના સ્થળ પર જ મોત થયુ હતુ અને બીજો યુવાન ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર પુસ્તકોમ જીકરભાઈ ઘાંચી
રહેવાસી કુંડાચા ઉ.વ.૨૬ તે એના મિત્ર સલમાન
અન્સારીની સાથે બાઈક પર ખાનવેલથી પોતાના ઘર
તરફ જઈ રહ્યા હતા તે સમયે ખાનવેલ પેટ્રોલપંપ
નજીક ટોવેરા કાર ચાલકે ટક્કર મારતા બાઈકનુ
બેલેન્સ ના રહેતા રસ્તાની સાઈડ પર એક થાંભલા
સાથે ટકરાયા હતા. જેમાં બન્નેને ગંભીર ઈજા થઈ
હતી. મુસ્તકમને માથાના ભાગે પણ ગંભીર ઈજા થતા
ઘટના સ્થળ પર જ એનું મોત થયુ હતું. આ
અકસ્માતની ઘટના જોતા આજુબાજુના લોકો દોડી
આવ્યા હતા અને જે કાર ચાલકે ટક્કર મારી હતી તેનો
પીછો કરી પકડી પાડવામાં આવ્યો હતો અને તેને
પોલીસને સોંપવામાં આવ્યો હતો. સલમાન અન્સારી
પણ ગંભીર રીતે ઘાયલ થયેલ જેને ૧૦૮એબ્યુલન્સ
દ્વારા સારવાર અર્થે વિનોબાભાવે સિવિલ હોસ્પિટલમાં
દાખલ કરવામાં આવ્યો હતો. આ આખી ઘટના
સીસીટીવી કેમેરામાં કેદ થતા એના ફૂટજો સોશિયલ
મીડિયા પર વાઈરલ થયા હતા.