જામનગર શહેરના વિવિધ ગંભીર પ્રશ્નોને લઈ શહેર કોંગ્રેસ દ્વારા JMC અધિકારીને આવેદન આપી કરાઈ રજુઆત

0
232

વિપક્ષના નેતા આનંદ રાઠોડ, દિગુભા જાડેજા, સારાહબેન મકવાણા, ઝેનબબેન ખફી, રચનાબેન નંદાણીયા સહિત કોંગ્રેસ કાર્યકરો હાજર રહ્યા હતા.

મહાનગરપાલિકાની અનઆવડતના કારણે ડોર ટુ ડોર કચરો લેવામાં ગાર્બેજની અંદર બેદરકારી અનેકવાર સામે આવી છે.

જામનગર શહેરની અંદર માત્ર ૧૩ ઇંચ વરસાદ પડ્યો છે રોડ રસ્તાની પોલ ખુલી ગઇ છે ઠેર ઠેર ખાડા થઈ ગયેલ છે

જીએનએ જામનગર:

શહેરમાં હાલમાં જોવા મળી રહેલ વિવિધ સમસ્યાઓને જોતા તેના નિરાકરણ અને ઉકેલ માટે જામનગર કોંગ્રેસ દ્વારા જેએમસી અધિકારીને આવેદન પત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.

જામનગર કોંગ્રેસ દ્વારા શહેરમાં ઉદ્દભવેલ વિવિધ સમસ્યાઓને લઈ JMC દ્વારા તેના ઉકેલ અંગે મ્યુનિસિપલ અધિકારીને આવેદન પત્ર આપી રજુઆત કરવામાં આવી હતી. જેમાં વિપક્ષના નેતા આનંદ રાઠોડ, દિગુભા જાડેજા, સારાહબેન મકવાણા, ઝેનબબેન ખફી, રચનાબેન નંદાણીયા સહિત કોંગ્રેસ કાર્યકરો હાજર રહ્યા હતા. અધિકારીને કરવામાં આવેલ રજુઆત મુજબ જામનગર મહાનગરપાલિકાની અનઆવડતના કારણે ડોર ટુ ડોર કચરો લેવામાં ગાર્બેજની અંદર બેદરકારી અનેકવાર સામે આવી છે. ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની બેદરકારીના કારણે જામનગર શહેર ગંદકી નગર બની ગયું છે. ઠેર ઠેર કચરાના ઢગલા પડ્યા છે તો પણ કોઈ તેને ઉપાડવા જતું નથી અને ડોર ટુ ડોર અનિયમિત રહે છે તેના લીધે લોકોને સ્વાસ્થ્ય પર અસર પડે છે.

જામનગર શહેરની અંદર માત્ર ૧૩ ઇંચ વરસાદ પડ્યો છે રોડ રસ્તાની પોલ ખુલી ગઇ છે ઠેર ઠેર ખાડા થઈ ગયેલ છે અને અવાર નવાર અકસ્માતોના બનાવ પણ બને છે.

જે ગાયોના લમ્પી રોગના કારણે મૃત્યુ થયા છે તો એનું JMCની અંદર ઢોર વિભાગ શાખા શું કરી રહ્યું છે? લમ્પી નામનો રોગ ઘણા સમયથી ચાલી રહ્યો છે અને જામનગરમાં અંદાજે અત્યાર સુધીમાં અંદાજે ૧૮૦૦ જેવી ગાયો આ રોગના કારણે મૃત્યુ પામેલ છે અને હજી પણ તેનો ફેલાવો ચાલુ છે. જયારે જામનગર સીટીની અંદર મહાનગરપાલિકાની જવાબદારી હોય છે તો પણ મહાનગરપાલિકા કોઈ જવાબદારી લેતું નથી અને હજી સુધી કેમ મૌન છે? જામનગર શાસક પક્ષ શું કામ જવાબદારી લેતું નથી? આ ગાયોના મોતનું તાંડવ શું કામ રોકાતું નથી? ક્યારે આ શાસકો કુંભકરણની નિંદ્રા માંથી જાગશે? જેવા પ્રશ્નો અને આક્ષેપો સાથે આ તમામ પ્રશ્નોનો નિકાલ કરવામાં આવે તેવી રજુઆત કરવામાં અવાઈ હતી. જો આવનાર સમયમાં કોઈ નિરાકરણ નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે જેલ ભરો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે. તો બીજી તરફ JMCના અધિકારી દવારા આ બાબતે આ પ્રશ્નો માટે ગંભીરતાથી ધ્યાનમાં લેવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું. પરંતુ જામનગરની પ્રજામાં એ પ્રશ્ન ઉદભવી રહ્યો છે કે છેલ્લા કેટલાય સમયથી માત્ર કાગળો પર આવેદન અને રજૂઆતો કરવામાં આવે છે શું સાચા અર્થમાં કયારેય આનો ઉકેલ આવશે ખરો? આવે તો સારું જ છે બાકી ભોગવવાનું તો પ્રજાના શિરે જ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here