અરવિંદ કેજરીવાલે ગુજરાતની પ્રજાને આપી ગેરંટી, દરેક પરિવારને 300 યુનિટ વીજળી ફ્રી આપવાની કરી જાહેરાત

0
717

દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) આજે ગુજરાતની મુલાકાતે છે. તેમણે સુરતમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજીને ગુજરાતની પ્રજાને ચૂંટણીલક્ષી પહેલી ગેરંટી આપી છે. તેમણે ગુજરાતમાં વીજળીને (Electricity) લઇને મોટી જાહેરાત કરી છે.

”આજે લોકોની સૌથી મોટી સમસ્યા મોંઘવારી છે. ગુજરાતમાં વીજળીના ખૂબ જ ઊંચા ભાવ વસુલવામાં આવે છે. ગુજરાતની પ્રજા હવે બદલાવ ઇચ્છે છે : અરવિંદ કેજરીવાલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Elections 2022) લઇને આમ આદમી પાર્ટીએ (Aam Aadmi Party) પણ તડામાર તૈયારીઓ શરૂ કરી છે. ત્યારે સુરતની (Surat) મુલાકાતે આવેલા આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwale) ગુજરાતના પ્રજાજનોને ચૂંટણીલક્ષી પ્રથમ ગેરંટી આપી છે. અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે જો ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સત્તા પર આવશે તો 300 યુનિટ વીજળી ગુજરાતની પ્રજાને ફ્રી આપવામાં આવશે. અરવિંદ કેજરીવાલે જણાવ્યુ કે, જો અમારી સરકાર આવશે તો ત્રણ મહિનામાં જ આ યોજના લાગુ કરી દેવામાં આવશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને આમ આદમી પાર્ટીએ પણ તડામાર તૈયારીઓ શરૂ કરી છે. ત્યારે સુરતની મુલાકાતે આવેલા અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આપની સરકાર બનશે તો ક્યા એજન્ડા પર કામ થશે તે અંગે માહિતી આપી હતી. અરવિંદ કેજરીવાલે જણાવ્યુ કે, ”આજે લોકોની સૌથી મોટી સમસ્યા મોંઘવારી છે. ગુજરાતમાં વીજળીના ખૂબ જ ઊંચા ભાવ વસુલવામાં આવે છે. ગુજરાતની પ્રજા હવે બદલાવ ઇચ્છે છે. લોકો ઇચ્છે છે કે, ગુજરાતમાં પણ વીજળી મફતમાં મળે. દિલ્હી-પંજાબમાં ફ્રી વીજળી મળી શકે તો ગુજરાતમાં પણ મળી શકે.”

અરવિંદ કેજરીવાલે ગુજરાતની પ્રજાને ગેરંટી આપી છે કે જો ગુજરાતમાં તેમની સરકાર બનશે તો ગુજરાતમાં 300 યુનિટ વીજળી ફ્રીમાં આપીશુ. સરકાર બન્યાના ત્રણ મહિનામાં જ ગુજરાતની પ્રજાને આ લાભ આપવાની જાણકારી પણ અરવિંદ કેજરીવાલે આપી. અરવિંદ કેજરીવાલે જણાવ્યુ કે ગુજરાતમાં પણ 24 કલાક ફ્રીમાં વીજળી અપાશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here