અંબાજી મંદિર ખાતે સુરક્ષા જવાનની સરહનિય અને બિરદાવવા લાયક કામગીરી

0
255

અંબાજી મંદિર પોલીસ કંટ્રોલ રુમ ઉપર તેઓની ગુમ થયેલ સોનાની ચેઇન આશરે રૂ. 50,000/- ની પરત આપીને ખુબજ સરાહનીય અને બિરદાવવા લાયક કાર્ય કરેલ છે.

અંબાજી મંદિર ખાતે સુરક્ષા જવાનની સરહનિય અને બિરદાવવા લાયક કામગીરી આજરોજ તા. 30/11/2021 ના બપોરના સાડાબારેક વાગ્યા ના સમયે સુરતના રહેવાસી – મમતાબેન સતીષભાઇ પટેલની આશરે 10 ગ્રામ સોનાની ચેઇન અંબાજી મંદિર ખાતે નાળિયેર સ્ટેન્ડ પાસે પડી ગયેલ હતી તે સોનાની ચેઇન ફરજ પરના સુરક્ષા જવાન GISF ના ગાર્ડ – ભરતભાઇ પ્રજાપતિ ને મળી આવતા પોલીસ કંટ્રોલ રુમ ઉપર PSI શ્રી આર.કે.વાણિયા પાસે જમા કરાવતા આ બાબતે મંદિરમા એનાઉન્સ કરાવવા મા આવ્યુ તેમજ મંદિર ના ફરજ બજાવતા તમામ સુરક્ષા જવાનો પોલીસ, એસ.આર.પી., હોમગાર્ડ, GISF ના વોટ્સેપ ગ્રુપ મા મેસેજ કરીને તમામ ને જાણ્ કરવામા આવેલ અને આ મમતાબેન સુધી મેસેજ પહોચતા તેઓને આજરોજ અંબાજી મંદિર પોલીસ કંટ્રોલ રુમ ઉપર તેઓની ગુમ થયેલ સોનાની ચેઇન આશરે રૂ. 50,000/- ની પરત આપીને ખુબજ સરાહનીય અને બિરદાવવા લાયક કાર્ય કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here