દ્રોપદી મુર્મૂ ને રાષ્ટ્રપતિ બનવા બદલ અભિનંદન પાઠવવા એક જંગી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

0
376

રાજ્યના છેવાડેના આવેલો અને બહુમતી આદિવાસી વસ્તી ધરાવતા વલસાડ જિલ્લાના આદિવાસી પટ્ટામાં પણ આજે ઉત્સાહનો માહોલ

કપરાડા માં આજે ભાજપ અને આદિવાસી સમાજ દ્વારા દ્રોપદી મુર્મૂ ને રાષ્ટ્રપતિ બનવા બદલ અભિનંદન પાઠવવા એક જંગી રેલીનું આયોજન કરવામાં આવ્યું

રેલીમાં રાજ્યના પૂર્વ વન અને આદિજાતિ મંત્રી રમણ પાટકર સહિત વલસાડ જિલ્લા અને કપરાડા વિધાનસભા મત વિસ્તારના આદિવાસી સમાજના અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા..

દેશ રાષ્ટ્રપતિ પદ પર સૌ પ્રથમ એક આદિવાસી મહિલા દ્રોપદી મુર્મ વિજેતા થતા સમગ્ર રાજ્ય અને દેશના આદિવાસી સમાજમાં ઉત્સાહનો માહોલ છે.. ત્યારે રાજ્યના છેવાડેના આવેલો અને બહુમતી આદિવાસી વસ્તી ધરાવતા વલસાડ જિલ્લાના આદિવાસી પટ્ટામાં પણ આજે ઉત્સાહનો માહોલ છે..

વલસાડ જિલ્લાના કપરાડા માં આજે ભાજપ અને આદિવાસી સમાજ દ્વારા દ્રોપદી મુર્મૂ ને રાષ્ટ્રપતિ બનવા બદલ અભિનંદન પાઠવવા એક જંગી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં રાજ્યના પૂર્વ વન અને આદિજાતિ મંત્રી રમણ પાટકર સહિત વલસાડ જિલ્લા અને કપરાડા વિધાનસભા મત વિસ્તારના આદિવાસી સમાજના અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.. આ રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજ ઉમટી પડ્યો હતો.. દેશના આઝાદી બાદ સૌપ્રથમ વખત એક આદિવાસી અને એ પણ મહિલા દેશના સર્વોચ્ચ પદ પર વિજેતા થતા કપરાડા વિસ્તારમાં આદિવાસી સમાજમાં ઉત્સાહનો માહોલ છે..

ઉત્સાહ વ્યક્ત કરવા …લોકોએ વાંચતે ગાજતે કપરાડાના જાહેર માર્ગ પર જંગી રેલી યોજી હતી.. સાથે જ રેલીના અંતે એક જાહેર સભા પણ યોજાઈ હતી.. જેમાં રાજ્યના વન અને આદિજાતિ વિભાગ ના પૂર્વ મંત્રી રમણ પાટકર સહિત આદિવાસી સમાજના અગ્રણીઓ એ ઉપસ્થિત રહી જનમેદનીને સંબોધી હતી .અગ્રણીઓ એ જણાવ્યું કે ખરેખર સાચા અર્થમાં ભારત દેશમાં હવે દેશના છેવાડાના માનવી અને આદિવાસી સમાજને સન્માનજનક સ્થાન મળ્યું હોવાનું જણાવ્યું હતું ..આમ આજે દેશના સૌ પ્રથમ એક આદિવાસી સમાજના અને એ પણ મહિલા દેશના સર્વોચ્ચ પદ પર બિરાજમાન થવા જઈ રહ્યા છે ..ત્યારે સમગ્ર વલસાડ જિલ્લાના આદિવાસી સમાજે દ્રોપદીને અભિનંદન પાઠવ્યા હતા..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here