રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ યથાવત છે. જેને લઈ તમામ કલેક્ટરને એલર્ટ આપવામાં આવ્યું છે. ખેડૂતો માટે હવામાન વિભાગે પાક માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. તો માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં બે ડિસેમ્બર સુધી અમરેલી, ભાવનગર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી એમ સાત જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તો કેટલાક જિલ્લામાં 40થી 60 કિ.મીની ઝડપે પવન ફુંકાવા સહિત આઠ ઈંચ સુધીનો વરસાદ વરસી શકે છે.
સાયક્લોનિક સર્ક્યુલેશનના પગલે ગુજરાતમાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાય શકે છે. અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર એક ડિસેમ્બરથી ત્રણ ડિસેમ્બર સુધી રાજ્યના વાતાવરણમાં પલટો રહેશે