દાદરા નગર હવેલી સાંસદ કલાબેન ડેલકરે કરી રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ સાથે શુભેચ્છા મુલાકાત

0
243

સાંસદ કલાબેન ડેલકરે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂને આદિવાસી સમાજ માટે ગૌરવ ગણાવ્યું.

સાંસદ કલાબેન ડેલકરે પોતે દાદરા નગર હવેલી જેવા બાહુલ આદિવાસી વિસ્તારમાંથી પ્રથમ મહિલા સાંસદ

દાદરા નગર હવેલીના સાંસદ કલાબેન મોહન ડેલકરે દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ સાથે શુભેચ્છા મુલાકાત કરી તેઓને રાષ્ટ્રપતિના સર્વોચ્ચ પદ પર આરૂઢ થવા બદલ શુભેચ્છા સાથે અભિનંદન આપ્યા હતા. આ શુભેચ્છા મુલાકાતમાં સાંસદ કલાબેન ડેલકરે પોતે દાદરા નગર હવેલી જેવા બાહુલ આદિવાસી વિસ્તારમાંથી પ્રથમ મહિલા સાંસદ તરીકે પ્રતિનિધિત્વ કરી રહ્યા હોવાથી ઓળખ આપી હતી. સાંસદે નવનિયુક્ત રાષ્ટ્રપતિ સમક્ષ મહિલાઓ અને આદિવાસી સમાજ માટે ગૌરવ વધાર્યું હોવાની લાગણીઓ વ્યક્ત કરી હતી. આ મુલાકાતમાં દાનહ પ્રદેશના લોકો, અહીંની ઓળખ અને રૂપરેખાઓ ઉપર વિગતવાર ટૂંકી ચર્ચાઓ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here