અમદાવાદના વધુ બે લાંચિયા પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ACB ના હાથે ઝડપાયા, ફરિયાદી પાસેથી અરજીનો જવાબ લખાવા માંગ્યા હતા રૂપિયા

0
198

અમદાવાદમાં ACBએ ટ્રેપ ગોઠવી ખાડિયા પોલીસ સ્ટેશનમાં માણેકચોક ચોકી પર ફરજ બજાવતા એક હોમગાર્ડ અને એક પોલીસ સજ્જનને 5100 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે.

ખાડિયા પોલીસ સ્ટેશનમાં માણેકચોક ચોકી પર ફરજ બજાવતા પોલીસકર્મીએ ફરિયાદીને તેમના અરજીનો જવાબ લખવા માટે બોલાવ્યા હતા. તેના જવાબ લખ્યા બાદ તેની જોડે નાનો મોટો વ્યવહાર માંગ્યો હતો,

અરજીનો આગળનો વ્યવહાર કરવા માટે જે ફરિયાદીને મંજૂર ન હતું.એટલે તેને ACBનો સંપર્ક કરી આ બન્ને આરોપીઓને રંગે હાથ લાંચ લેતા ઝડપી લીધા હતા.

અમદાવાદ એસીબીએ માણેકચોકમાં અરજદાર જોડેથી લાંચ માંગણી કરેલ 2 પોલીસ કર્મચારીને ACBએ રંગે હાથ ઝડપી પાડ્યા છે. જેમાં ફરિયાદી ખાડિયા પોલીસ સ્ટેશનમાં આવેલ માણેકચોક ચોકીમાં એક અરજી આવી હતી, ત્યારે તે અરજદાર પાસે અરજીનું કામ આગળ વધારવા માટે વ્યવહાર માંગ્યો હતો. જેમાં 5100 રૂપિયાની માગણી કરવામાં આવી હતી. ચોકીમાં અરજદારને જવાબ લખવા બોલાવ્યો હતો. જે જવાબ લખ્યા બાદ આરોપીઓએ અરજદાર જોડે નાના મોટા વ્યવહારની વાત કરવામાં આવી હતી. જે બાબતે અરજદાર વ્યવહાર કરવા તૈયાર ન હોવાથી ACBનો સંપર્ક કરી આ બન્ને પોલીસ જવાનોને રંગે હાથે લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા છે. હાલ ACB દ્વારા આ બન્ને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here