અરવિંદ કેજરીવાલ બે વખત સોમનાથ આવશે, મહાદેવના સાનિધ્યેથી ચૂંટણીલક્ષી બીજું વચન જાહેર કરશે

0
216

એક વખત સોમનાથ મહાદેવની પૂજા કરવા માટે અને બીજી વખત ચુંટણી સભા સંબોધવા આવશે

  • બીજું વચન કેજરીવાલજી તા.1 લી ઓગષ્ટની સોમનાથની જાહેરસભામાંથી જાહેર કરી લોકોને આપશે.બીજું વચન કેજરીવાલજી તા.1 લી ઓગષ્ટની સોમનાથની જાહેરસભામાંથી જાહેર કરી લોકોને આપશે.

ગુજરાતમાં આગામી વિધાનસભા ચુંટણીનો માહોલ જામી રહ્યો છે. એવા સમયે ચુંટણી લક્ષી બીજું વચન આપવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આગામી તા.1 ઓગષ્ટના શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથ સાનિધ્યે સભા સંબોધવા આવશે. તો આ પુર્વે ખાસ સોમનાથ મહાદેવની પૂજા-અર્ચના કરવા તા.26 ના રોજ સોમનાથ આવશે તેવુ આપ પાર્ટીના નેતાએ જણાવ્યુ છે. આ કાર્યક્રમને લઈ આપ પાર્ટીના કાર્યકરો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની આગામી વિધાનસભાની ચુંટણીની રણનીતી ઘડવા માટે વારંવાર ગુજરાતના જુદા જુદા વિસ્તારના પ્રવાસે આવી રહ્યા છે. એ અંતર્ગત આગામી અઠવાડિયામાં બે વખત કેજરીવાલ સોમનાથ આવનાર છે. ત્યારે આપ પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ જગમાલભાઈ વાળાએ પત્રકાર પરીષદ યોજી પ્રવાસ અને કાર્યક્રમની વિગતો આપી હતી.
કેજરીવાલ પ્રથમ તા.25 મીની રાત્રીના હવાઇમાર્ગે સોમનાથ આવી બીજા દિવસે સવારે સોમનાથ મંદિરે મહાદેવની પૂજા અર્ચના કરી ધ્વજારોહણ કરશે. આ દિવસે કેજરીવાલ ખાસ એટલે સોમનાથ આવી રહ્યા છે. કારણ કે, તા.1 લી ઓગષ્ટને સભાના દિવસે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોવાથી સોમનાથ મંદિરે લાખો લોકો દર્શનાર્થે આવતા હોય તેઓને કોઈ અગવડતા ના પડે એટલે આવી રહયા છે. કેમ કે કેજરીવાલ તે દિવસે દર્શન કરવા જાય તો તેમના મુખ્યમંત્રી તરીકેના પ્રોટોકોલ મુજબ મંદિરમાં અનેક નિયમોનું પાલન ફરજીયાત કરાવવું પડે જેનાથી ભાવિકોને પરેશાની થઈ શકે એટલે અગાઉ ખાસ દર્શન કરવા આવી રહ્યા છે.

Ad…..

લોકોને ચુંટણીલક્ષી બીજું વચન આપશે
સુરતમાં 300 યુનિટ વીજળી ફ્રી નું વચન આપ્યુ છે. તેવું જ બીજું વચન કેજરીવાલજી તા.1 લી ઓગષ્ટની સોમનાથની જાહેરસભામાંથી જાહેર કરી લોકોને આપશે. આ સભામાં મોટી સંખ્યામાં અન્ય રાજકીય પક્ષોના અગ્રણીઓ તેમના ટેકેદારો સાથે તેમજ જુદા જુદા સામાજીક આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી આપ પાર્ટીમાં જોડાશે.

Ad…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here