- પર્યાવરણ પ્રત્યે જાગૃકતા લાવવાના ઉદ્દેશ્યથી કપરાડા ખાતે યોજાયો વૃક્ષારોપણ કાર્યક્રમ
લોકફાળાથી ચાલતી આ લાઇબ્રેરીના પ્રાગણમાં આસોપાલવ, ગુલમોહર, લીમડો, વડ, ચંપો તથા ફૂલછોડ અને છાયડા ના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.
કપરાડાના અધિકારીઓ તથા કર્મચારીઓના સંયુક્ત પ્રયાસથી બનેલ ગૃપ દ્વારા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાનું શિક્ષણ કપરાડા ખાતે વિનામૂલ્યે આપવામાં આવે છે. શિક્ષણની સાથે પર્યાવરણનું પણ જતન થાય તે હેતુથી તા.24/07/2022, રવિવારના રોજ કપરાડા લાઈબ્રેરી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
સામાજીક વનીકરણ પ્રત્યે લોકોનો સકારાત્મક અભિગમ કેળવાય તે હેતુથી એ વિસ્તારના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો, નિવૃત્ત અને પ્રવૃત્ત કર્મચારીઓ/ અધિકારીઓ, પદાધિકારીઓ તથા રસ ધરાવતા તમામ સમાજસેવકોને વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લેવા આયોજક સભ્યો દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા સરકારી કર્મચારીઓ,અધિકારીઓ હાજર રહ્યા હતો.
લોકફાળાથી ચાલતી આ લાઇબ્રેરીના પ્રાગણમાં આસોપાલવ, ગુલમોહર, લીમડો, વડ, ચંપો તથા ફૂલછોડ અને છાયડા ના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ ગ્રુપના સભ્યોની સંખ્યા દિનપ્રતિદિન વધતી જ હોવાથી ભવિષ્યમાં આ વૃક્ષારોપણ પ્રવૃત્તિઓને ગામેગામ સુધી લઈ જવાનો આયોજક સભ્યોએ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
વિનામૂલ્યે શિક્ષણની સાથે પર્યાવરણીય જાળવણીની પ્રવૃત્તિઓ પણ ચાલતી હોઈ તેવો આ પહેલો અને સહિયારો પ્રયાસ છે. જે ભવિષ્યમાં કપરાડા ધરમપુર વિસ્તાર માટે ફળદાયી સાબિત થનાર છે.