“29 વર્ષિય પુત્રવધુનું અવસાન થતા પરિવારે તેના બન્ને ચક્ષુનું દાન કર્યું, આજે બેસણા દરમિયાન રક્તદાન કેમ્પનું આયોજન થશે.”
– જૂનાગઢના 29 વર્ષિય મોનીકાબેનને પ્રસૂતિ સમયે જ એટેક આવ્યો હતો.
– જોકે, ગર્ભસ્થ બાળક જીવિત હોવાનું જણાતા સિઝેરીયન કરી નવજાતને બહાર કઢાયું હતું, પરંતુ ઇન્ફેશન લાગતા બાળકીનું પણ મોત થયું હતું.
– આમ, માતા અને નવજાત બાળકી બન્નેના મોત થતા પરિવારમાં ભારે શોક છવાયો છે.
– જે દરમિયાન પરિવારે મોનિકાબેનના બંને ચક્ષુનું દાન કરવાનો નિર્ણય કર્યો.
– બાદમાં જૂનાગઢના પંજૂરી આઇ કલકેશન સેન્ટર દ્વારા ચક્ષુદાન સ્વિકારવામાં આવ્યું હતું.
– સ્વ.મોનિકાબેનના ચક્ષુ રાજકોટ મેડીકલ કોલેજ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા.
– પરિણામે, હવે 2 વ્યક્તિને આંખોની રોશની મળતા તેમનો અંધાપો દૂર થશે.
– વધુમાં આજરોજ તા.23 જુલાઇના રોજ સાંજે 4 થી 6 દરમિયાન સદ્દગત આત્માનું બેસણું રાખેલું છે, જેના ભાગરૂપે લોઢીયા વાડી, જૂનાગઢ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
– પરોપકારી સ્વ.મોનિકાબેન તેમજ તેમના પરિવાર દ્વારા માનવતાનું શ્રેષ્ઠ કાર્ય થયું છે, ત્યારે આપણાં જૂનાગઢમાં 24 કલાક અને 365 દિવસ ચક્ષુદાન સેવા ચાલુ છે, જેના માટે આપ નીચેના નંબર પર સંપર્ક કરી શકો છો.
સંપર્ક: 98259 35075
.
ૐ શાંતિ..