હવામાન વિભાગે મુંબઈ શહેરમાં આજે ભારે વરસાદ પડવાની આગાહી કરી છે

0
177

હાલમાં મુંબઈ, થાણે અને પાલઘરમાં આજે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

વરસાદની આગાહીને કારણે હવામાન વિભાગે માછીમારોનો પાંચ દિવસ સુધી મહારાષ્ટ્ર અને ગોવાના દરિયાકિનારે માછીમારી ન કરવા સુચના આપી છે. આ સાથે મુંબઈમાં 2 ડિસેમ્બર સુધી હળવો વરસાદ પણ પડી શકે તેવી શક્યતા છે.

હવામાન વિભાગે મુંબઈ શહેરમાં આજે ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગ બુધરવારે વરસાદને લઈ યલો એલર્ટ જાહેર કર્યુ છે. ગત 10 વર્ષોની સરખામણીમાં આ વર્ષે નવેમ્બર મહિનામાં પડેલો વરસાદ સૌથી વધુ પડેલા વરસાદમાં બીજા ક્રમે નોંધાયો છે. આ વર્ષે નવેમ્બરમાં આશરે 30.1 મિલીમીટર વરસાદ નોંધાયો છે. વર્ષ 2019માં સૌથા વધારે 109.3 મિલીમીટર વરસાદ નવેમ્બરમાં નોંધવામાં આવ્યો હતો. જ્યારે અન્ય શહેરોમાં આ આંકડા 5 મિલીમીટર કરતાં પણ ઓછો હતો.

હવામાન વિભાગે 21 થી 22 નવેમ્બર દરમિયાન સાંતાક્રુઝ વિસ્તારમાં 24.7 મીમી વરસાદ નોંધ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મધ્યમ વરસાદ થયો હતો. હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર કમોસમી વરસાદની આ પ્રક્રિયા ચાલુ રહેશે. હાલમાં મુંબઈ, થાણે અને પાલઘરમાં આજે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જો કે આ અઠવાડિયે પણ આવા જ વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક શુભાંગી ભુટેના જણાવ્યા અનુસાર દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર અને માલદીવ, લક્ષદ્વીપના વિસ્તારમાં ચક્રવાતી પરિભ્રમણને કારણે વરસાદ પડી રહ્યો છે. તેના કારણે પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં પણ લો પ્રેશરનો વિસ્તાર બની રહ્યો છે. આવી સ્થિતિમાં મહારાષ્ટ્રના દરિયાઈ વિસ્તારોમાં આગામી 24 કલાક સુધી વરસાદની સંભાવના છે. કોંકણ વિસ્તારમાં પણ વરસાદની સંભાવના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here