ગુજરાત નહિ દેશ નહિ વિશ્વનું સૌથી મોટું પત્રકારો નું સંગઠન આજે પત્રકાર એકતા પરિષદ બની ચૂક્યું છે

0
195

  • પત્રકાર એકતા પરિષદ જૂનાગઢ જિલ્લા નું અધિવેશન યોજાયું
  • જૂનાગઢ baps સ્વામિનારાયણ સભા હોલ માં યોજાયું.
  • વંદનીય ધર્મવિનય સ્વામી મહારાજ પ્રેરક ઉપસ્થિત રહ્યા..

પ્રદેશ ઉપાધ્યક્ષ અને જિલ્લા પ્રભારી જૂનાગઢ ગીરવાનસિંહજી સરવૈયા નાં સમગ્ર માર્ગદર્શન મુબજ કાર્યક્રમ આયોજીત કરાયો

નેશનલ કો ઓપરેટિવ બેંક એગ્રિકલચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ ફેડરેશન નાં રાષ્ટ્રીય ચેરમેન ડોલરભાઈ કોટેચા ખાસ ઉપસ્થિત રહ્યા…

વિશેષ ગુજરાત રાજ્ય હાઉસિંગ કો ઓપરેટિવ સોસાયટી ચેરમેન શ્રી ડૉ. ડી.પી. ચિખલિયા, ગીતાબેન પરમાર મેયર જૂનાગઢ, શાંતાબેન ખટારિયા પ્રમુખ જીલ્લા પંચાયત જૂનાગઢ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા.

જૂનાગઢ પત્રકાર એકતા પરિષદ નું જિલ્લા તથા તાલુકા સંગઠન પૂર્ણ થતાં એક જિલ્લા કક્ષાના અધિવેશન નું આયોજન જિલ્લા પ્રમુખ વલ્લભભાઈ પરમાર તેમજ વિનુભાઇ ખેરાળીયા અને મુકેશ સખિયા દ્વારા આયોજન કરતા, baps સ્વામિનારયણ સંસ્થા દ્વારા પત્રકાર અધિવેશન માટે હોલ ફ્રી માં આપી,પત્રકારો ના ભોજન ની વ્યવસ્થા તેમજ ભેટ આપવામાં આવી હતી.

કાર્યક્રમ નો પ્રારંભ સ્વામી ધર્મવિનય સ્વામી, શેરનાથનાપુ તેમજ ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો,

પ્રદેશ અધ્યક્ષ ,ઉપાધ્યક્ષ, આઇ.ટી.સેલ સહિત જુદા જુદા જિલ્લઓમાંથી પધારેલ પ્રદેશ કારોબારી ના હોદ્દેદારો,જુદા જુદા જિલ્લઓમાંથી પધારેલ ઝોન ના હોદ્દેદારો,જુદા જુદા જિલ્લઓમાંથી પધારેલ જિલ્લા પ્રમુખો, સહિત જૂનાગઢ જિલ્લા સમિતિ,તમામ તાલુકા સમિતિઓ ની ખાસ ઉપસ્થિતિ માં સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.

જૂનાગઢ જિલ્લામાં વિવિધ ક્ષેત્રે સરાહનીય કામગીરી કરનાર , વિવિધ સંશોધન કરનાર, વિવિધ ખેતી નિષ્ણાંતો , વૈજ્ઞાનિકો , સરાહનીય સરપંશ્રીઓ, શિક્ષણ સંશોધકો સહિત ડેરીના ચેરમેન તેમજ બંને યુનિવર્સિટી નાં વાઇસ ચાન્સલર સહિત અસંખ્ય લોકોનું ભવ્ય સ્વાગત અને સન્માન કર્યું હતું.

તમામ નું ફૂલહારથી બહુમાન કરી બેગપેક કીટ (દખતર) તેમજ શાલથી સન્માન કરાયું હતું.

પ્રદેશ પ્રભારી ગૌરાંગ પંડ્યા દ્વારા પત્રકાર એકતા પરિષદ ની સ્થાપના,ઉદ્દેશ,સંગઠન, કાર્ય પદ્ધત્તિ, લડત,અને શિસ્ત કે સંગઠન ના માળખા વિશે માર્ગદર્શન આપ્યું હતું.

પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયા દ્વારા,કાર્યકારી અધ્યક્ષ થી લઇ સ્વ.સલીમભાઈ બાવણી નું સ્વપ્ન સાકાર કરવા સુધી કાપેલી મંજિલ નો ચિતાર આપી શિસ્ત,પ્રમાણિક,એક બીજાને મદદ ની ભાવના સાથે નું સંગઠન,પ્રદેશ,ઝોન,જિલ્લા અને તાલુકા સ્તરે કાર્યરત હોવાનુ જણાવી,૩૨ જિલ્લા અને ૨૪૦ તાલુકા કારોબારી સાથેનું સંગઠન,સરકાર સમક્ષ કરેલી રજૂઆતો,ટેબલ ટોક દ્વારા થયેલ કાર્યવાહી,તેમજ આખરી મહા અધિવેશન સુધી નું માર્ગદર્શન આપ્યું હતું,સી.આર.પાટિલ ની નિખાલસતા નો પત્રકારોને શું ફાયદો થશે તેની માહિતી આપી હતી.

માત્ર ગુજરાત નહિ દેશ નહિ વિશ્વનું સૌથી મોટું પત્રકારો નું સંગઠન આજે પત્રકાર એકતા પરિષદ બની ચૂક્યું છે,ત્યારે રાજ્યની સૌથી મોટી સામાજિક સંસ્થા બની ચૂકી છે,તેના સભ્ય હોવું ગૌરવ ની વાત છે,ત્યારે હાલ સભ્ય ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલી રહી છે,સૌ ફોર્મ ભરી સભ્ય બનવાનું ન ચૂકે તેવી હાકલ કરી હતી, ટાંટિયા પકડનારાં ને હાથ પકડી એક બીજાને બેઠા કરવા કે મદદરૂપ થવા પરિવાર ભાવે સંગઠિત કર્યા નું ગૌરવ ગુજરાતના તમામ પત્રકારો, જિલ્લા, તાલુકા પ્રમુખો, ઝોન ની ટીમ, પ્રદેશ હોદ્દેદારો સહિત સૌનો પુરુષાર્થ સફળ થયા ના અભિનંદન પાઠવ્યા હતા..

છેલ્લે આભારવિધિ જિલ્લા પ્રમુખ દ્વારા કરવામાં આવી હતી..અને સ્વરૂચી ભોજન કરતાં “અન્ન ભેળાં એના મન ભેળાં” કહેવત ને સાર્થક કરી હતી.

કાર્યક્રમમાં ફોટો ગ્રાફી જનક દલાલ અને આઇ.ટી.સેલ ફેસબુક ઇન્ચાર્જ તેજેન્દ્ર સિહ રાઠોડે કરી હતી.

Ad..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here