બોટાદ અને અમદાવાદ જિલ્લાના કથિત લઠ્ઠાકાંડમાં કુલ 20 લોકોના મોત થયા છે. જ્યારે હાલ 32 લોકોને ગંભીર અસર થતા હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. તમામ દર્દીઓની ભાવનગર હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. ત્યારે કથિત લઠ્ઠાકાંડની તપાસમાં 4 જિલ્લાની પોલીસ લાગી છે. અમદાવાદ, ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાની પોલીસની મદદ લેવાઈ રહી છે. જોકે, કથિક લઠ્ઠાકાંડ મામલે SIT ની રચના કરવામાં આવી છે.
બરવાળામાં લઠ્ઠાકાંડથી મોતનું તાંડવ!:રોજિદ ગામે ઝેરી દારૂ પીતાં 18નાં મોત; DYSPની અધ્યક્ષતામાં SITની રચના; ચોકડી ગામે પોલીસનો કાફલો પહોંચ્યો, દારૂ બનાવનાર-વેચનારની ધરપકડ
બોટાદના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પી જવાથી 18 લોકોનાં મોત તેમજ અન્યની હાલત ગંભીર થઈ હોવાની ચકચારી ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસ એક્શનમાં આવી છે. કેટલાક દર્દીઓને ગંભીર હાલતમાં સારવાર અર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં તો કેટલાકને બોટાદ ખાતે દાખલ કરાયા છે. આ ચકચારી બનાવને પગલે દારૂ બનાવનાર અને દારૂ વેચનારની પોલીસે તાત્કાલિક ધરપકડ કરી હતી. જો કે આ સમગ્ર ઘટનાને પગલે DYSPની અધ્યક્ષતામાં SIT (Special Investigation Team)ની રચના કરવામાં આવી છે, જે તપાસ કરી સરકારને રીપોર્ટ સોંપશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, બરવાળા લઠાંકાંડમાં અત્યાર સુધીમાં 18 લોકોના મોતમાં રોજિંદ 5, ચદરવા 2, દેવગના 2, અણીયાલી 2, આકરું 3, ઉચડી 2, અન્ય ગામના 2ના મોત સામેલ છે.
ચોકડી ગામેથી દેશી દારૂ પીધો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું
પ્રાપ્ત માહિતી અનુસાર તમામ લોકોએ ચોકડી ગામેથી દેશી દારૂ પીધો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ભાવનગર સિવાય કેટલાકને બોટાદની હોસ્પિટલમાં પણ દાખલ કરાયા છે. બીજી તરફ બોટાદ એસપી-ડીવાયએસપી સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ રોજિદના ગ્રામજનોએ ગામમાં દારૂબંધી કરાવવા માટે પંચાયતને પત્ર લખી રજૂઆત પણ કરી હતી.
ચોકડી ગામેથી દારૂ બન્યો હતો, વેચાણ થયું હતું
નોંધનીય છે કે ચોકડી ગામેથી દારૂ બન્યો હતો અને તેનું વેચાણ થયું હતું. જેના પગલે બરવાળા તાલુકાના ચોકડી ગામે પોલીસ સહિતનો મસમોટો કાફલો તપાસ માટે પહોંચ્યો હતો. બોટાદ એસપી કરણરાજ વાઘેલા, અમદાવાદ sog, dysp, પ્રાંત મામલતદાર, સહિતનો મસમોટો કાફલો તપાસમાં પહોંચ્યો. ચોકડી ગામમાં જઈ કોણ કોણ દારૂ વહેંચવા અને બનાવવાની પ્રવૃત્તિ કરે છે તેને લઈ માહિતી એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત ચોકડી ગામમાં આગેવાનો અને સ્થાનિકોની તપાસ કરી પુછપરછ શરૂ કરવામાં આવી છે કે કોઈએ દારૂ પીધો છે કે કેમ. તેમજ કોઈને અસર જણાય તો સામે આવી સારવાર લે તેવી સ્થાનિકોને જાણ કરવામાં આવી છે.
કોંગી ધારાસભ્ય રાજેશ ગોહિલ ચોકડી ગામે પહોંચ્યા
ઘટનાના પગલે બરવાળાના કોંગી ધારાસભ્ય રાજેશ ગોહિલ ચોકડી ગામે પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ધંધૂકા અને રોજિંદમાં મળીને મૃત્યુઆંક 18 પર પહોંચ્યો છે અને હજુ આ આંક વધે તેવી શક્યતાઓ છે. રોજિંદના સરપંચે ગામમાં દારૂના વધેલા દૂષણ અંગે ત્રીજા મહિનાથી રજૂઆત કરી હતી. ઉપરાંત મેં પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી, છતાં કોઈ પગલાં નહોતા લેવાતાં આ દર્દનાક ઘટના બની છે. આ ઘટનાને પગલે ઘણા પરિવારો બરબાદ થઈ ગયા છે. રાજ્ય સરકાર માત્ર દારૂબંધીની વાતો કરે છે. પરંતુ એનો અમલ કેટલો? રોજ લાખો રૂપિયોનો દારૂ પકડાય છે, છતાં કાયદાઓનો કડકાઈથી અમલ કરવામાં આવતો નથી.
ડોક્ટર સહિતની ટીમ આઈસીયુ એમ્બ્યુલન્સ સાથે બોટાદ જવા રવાના
ભાવનગર સર ટી હોસ્પિટલમાંથી ટીમ જવા રવાના થઈ છે. બોટાદ એસપીની સૂચનાને આધારે ડોક્ટર સહિતની ટીમ આઈસીયુ એમ્બ્યુલન્સ સાથે બોટાદ જવા રવાના થઈ છે. હાલમાં ઘટનાને પગલે મૃતકોના પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપ્યો છે.
કથિત લઠ્ઠાકાંડમાં લોકોના મોતની તપાસમાં FSL ની મદદ લેવાશે. મૃતકોનો વિસેરા રિપોર્ટ FSL મોકલવામાં આવશે. ધંધુકા ખાતે થયેલા PM બાદ વિસેરા FSL માં મોકલવામાં આવશે. FSL ના રિપોર્ટ બાદ સાચા કારણની સત્તાવાર જાહેર થશે. કથિત લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં કુલ 15 લોકોનાં મોત થયા છે. ત્યારે કથિત લઠ્ઠાકાંડમાં મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોએ ઈનકાર કર્યો છે. ધંધૂકાના અણીયાળી ગામના 2 લોકોનાં મોત થયા છે. અણીયાળી ગામના મૃતકોના ભાણેજે મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે. મૃતકોના ભાણેજે ન્યાયની માગણી કરી મૃતદેહ ન સ્વીકાર્યો. મૃતકોના ભાણેજે વળતર અપાય તેવી પણ માંગ કરી છે.
મૃતકોના નામ
1. વશરામભાઈ પરમાર (રોજીદ ગામ)
2. ઘનશ્યામભાઈ પરમાર (રોજીદ ગામ)
3. બળદેવભાઈ મકવાણા (અણીયાળી ગામ)
4. હેમંતભાઈ વડદરિયા (અણીયાળી ગામ)
5. રમેશભાઈ વડદરિયા (અણીયાળી ગામ)
6. કિશનભાઈ ચાવડા (આકરુ ગામ)
7. ભાવેશભાઈ ચાવડા (આકરુ ગામ)
8. પ્રવિણભાઈ કુંવારિયા (આકરુ ગામ)
9. અરવિંદભાઈ સીતાપરા (ચંદરવા ગામ)
10. ઇર્શાદભાઈ કુરેશી (ચંદરવા ગામ)
11. જયંતીભાઈ ચેખલિયા (ઉંચડી)
12. ગગનભાઈ ચેખલિયા (ઉંચડી)
13. ભૂપતજી વિરગામા (રોજીદ ગામ)
14. ધુડાભાઈ પગી (રોજીદ ગામ)
15. શાંતિભાઈ પરમાર (રોજીદ ગામ)
કથિત લઠ્ઠાકાંડ મામલે ભાવનગર રેન્જ આઈજીએ કહ્યું કે, સમગ્ર ઘટના સામે આવતા પોલીસ એક્શનમાં આવી છે. ભાવનગર રેન્જ આઈજીએ DySPની અધ્યક્ષતામાં SITની રચના કરી છે. બુટલેગરોને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમ પણ તૈયાર કરી છે. સમગ્ર ઘટના મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે, ત્યારે આ સાથે ATS ના અધિકારીઓ પણ ઘટનાની તપાસમાં જોડાયા છે. બોટાદના કથિત લઠ્ઠાકાંડમાં ગુજરાત ATS એક્શનમાં આવી છે. ગુજરાત ATS ની ટીમ તપાસ માટે બોટાદના બરવાળા પહોંચી હતી.
રોજીદના સરપંચે પોલીસને કરી હતી જાણ
મળતી માહિતી મોજબ બોટાદના રોજીદ ગામના સરપંચે પોલીસને જાણ કરી હતી. રોજીદ ગામના જાગૃત સરપંચે બરવાળા પોલીસ સ્ટેશનમા અનેક વાર મૌખીક રજુઆત અને અરજી આપી હતી. તેમને સ્થાનિક બુટલેગરો દારૂનું બેફામ વેચાણ કરે છે છતાં બરવાળા પોલીસ તરફથી કોઇ પણ પગલામા આવતા ન હતા અને પોલીસની નિષ્ક્રીયતા અને ઉપર અધિકારીઓની પણ નિષ્ફળતા હતી, જેથી એમને આ અંગે સ્થાનિક પોલીસને તાકિદ કરતા આવે ત્વરિત પગલામા ભરવાની માંગણી કરી હતી.