બરવાળામાં લઠ્ઠાકાંડથી મોતનું તાંડવ:મોતનો આંકડો 24એ પહોંચ્યો, ટ્રેક્ટરમાં એકસાથે 5 મૃતદેહની અંતિમયાત્રા નીકળી; આક્રંદથી સમગ્ર ગામ દ્રવી ઉઠ્યું

0
184

ભાવનગરમાં 3ના મોત નીપજ્યા છે, જ્યારે 30 દર્દી દાખલ છે, જેમાંથી 3ની હાલત ગંભીર છે
DYSPની અધ્યક્ષતામાં SITની રચના કરવામાં આવી
બોટાદ એસપી-ડીવાયએસપી સહિતનો કાફલો સ્થળ પર ચોકડી ગામે પોલીસનો કાફલો પહોંચ્યો, દારૂ બનાવનાર-વેચનારની ધરપકડ
બોટાદ જિલ્લાના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પીવાથી 24 લોકોનાં મોત થયા છે. 30 વધારે વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. જેમા અમુકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતને સ્તબ્ધ કરનાર આ ઘટના સોમવારે બની હતી.

ગઈકાલે લઠ્ઠાકાંડની ઘટના બાદ રાતથી જ રોજિદ સહિત આસપાસના ગામોમાં મહિલા અને બાળકોના રડવાનાં આક્રંદથી સમ્રગ ગામ દ્રવી ઉઠ્યું હતું. આજે વહેલી સવારથી જ એકસાથે 5-5 મૃતદેહોની ટ્રેક્ટરમાં અંતિમયાત્રા નીકળી રહી છે. ગઈકાલ સાંજથી અત્યાર સુધીમાં ઝેરી દારુ પિવાથી મોતને ભેટનાર લોકોનો આંકડો 24એ પહોંચ્યો છે. જેમાંથી 15 લોકો બરવાળા અને 9 લોકો ધંધૂકાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. હાલ, મોડી રાતથી જ રોજિદ ગામમાં ATS સહિતનો પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. દિવ્યભાસ્કર પણ રોજિદ ગામે પહોંચ્યું છે.

હાલ કેટલાક દર્દીઓને ગંભીર હાલતમાં સારવાર અર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં તો કેટલાકને બોટાદ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવને પગલે દારૂ બનાવનારા અને દારૂ વેચનારાની પોલીસે તાત્કાલિક ધરપકડ કરી હતી. જો કે આ સમગ્ર ઘટનાને પગલે DYSPની અધ્યક્ષતામાં SIT (Special Investigation Team)ની રચના કરવામાં આવી છે, જે તપાસ કરી સરકારને રીપોર્ટ સોંપશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here