બરવાળા તાલુકાના 21 લોકોના મોત થયા
તમામ આરોપી આઈડેન્ટીફાય થઈ ગયા
ધંધુકા તાલુકાના 10 લોકોનાં મોત થયા
ધંધૂકા – બરવાળામાં ઝેરી દારૂ પીવાથી 31નાં મોત થયા છે. જેમાં બરવાળા તાલુકાના 21 અને ધંધુકા તાલુકાના 10 લોકોનાં મોત થયા છે. તેમજ બોટાદના રોજીદ ગામના 5 લોકોના મોત, ચદરવા ગામનાં 2 અને દેવગણા ગામના 2ના મોત, ધંધુકા તાલુકાનાં આકરૂં ગામના 3 લોકોના મોત, અણીયાલી ગામનાં 2 અને ઉચડી ગામના 2ના મોત, વેજળકામાં 2, પોલારપુરમાં 1, રાણપરામાં 1નું મોત, ખડ, વહિયા અને ભીમનાથમાં 1 – 1ના મોત તથા અન્ય ગામના 8 લોકોનાં મોત થયા છે.
ઉલ્લેખનીય છે કે લઠ્ઠાકાંડને લઈને DGPનું નિવેદન સામે આવ્યું છે. જેમાં DGPએ જણાવ્યું છે કે તમામ આરોપી આઈડેન્ટીફાય થઈ ગયા છે. તમામની પૂછપરછ ચાલુ છે. હાલ તમામ મામલે તપાસ ચાલુ છે. તથા 14 લોકો સામે FIR દાખલ કરવામાં આવી છે. તેમજ કેમિકલ સપ્લાય કરનારની ધરપકડ કરાઈ છે. કેમિકલ યુક્ત દારૂના મામલે બરવાળા પોલીસે ફરિયાદ નોંધી છે. તેમાં 302, 328, 120બી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધી છે. કુલ 14 લોકો સામે ફરિયાદ નોંધી છે.
આરોપીઓના નામ:
– ગજુ બહેન વડદરિયા
– પિન્ટુ દેવીપૂજક
– વિનોદ ઉર્ફે ફંટો કુમારખાણીયા
– સંજય કુમારખાણીયા
– હરેશ આંબલિયા
– જટુભા લાલુભા
– વિજય ઉર્ફે લાલો પઢીયાર
– ભવાન નારાયણ
– સન્ની રતિલાલ
– નસીબ છના
– રાજુ
– અજિત કુમારખાણીયા
– ભવાન રામુ
– ચમન રસિક