આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ બે દિવસ માટે ગુજરાત મુલાકાતે છે. ત્યારે તેમણે આ ઘટનાને લઈને સરકાર પર નિશાન તાક્યું હતું.

0
247

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ બે દિવસ માટે ગુજરાત મુલાકાતે છે. ત્યારે તેમણે આ ઘટનાને લઈને સરકાર પર નિશાન તાક્યું હતું.

તેમણે કહ્યું, “ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં આ રીતે દારૂ પીવાથી લોકોનાં મૃત્યુ થાય છે. લોકોને ખબર છે કે આ દારૂના પૈસા ક્યાં જાય છે. જો અમારી સરકાર આવશે તો અમે દારૂબંધીનો ચુસ્ત અમલ કરીશું.”

કેજરીવાલે કહ્યું, “અમે ભાવનગર હૉસ્પિટલમાં આવ્યા છીએ. અહીં દાખલ ઘણા ગંભીર હાલતમાં છે. બધા બહું ગરીબ છે. તેમણે કહ્યું કે ખુલેઆમ દારુ વેચાય છે, રોજ વેચાય છે. ગુજરાતમાં નશાબંધી છે તો ગામેગામ કેવી રીતે દારુ વેચાઈ રહ્યો છે. રાજકીય સંરક્ષણ વગર આમ શક્ય નથી. નશાબંધી ઉપર મોટો પ્રશ્ન ઉભો થાય છે.”

તેમણે ઉમેર્યું, “લોકો કહે છે કે હજારો કરોડો રૂપિયાનો આ ધંધો છે. અમારી માંગ છે કે ઘટના (લઠ્ઠાકાંડ)માં માર્યા ગયેલાઓના પરિવારજનોને યોગ્ય વળતર આપવામાં આવે. હૉસ્પિટલમાં દાખલ લોકોને વળતર આપવામાં આવે. દારુ માફિયાને ન પકડવામાં આવે ત્યા સુધી નાના લોકોને પકડવાથી કઈ વળવાનું નથી.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here