સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી આદિવાસી વિકાસ સંગઠન દ્વારા દાનહના મુક્તિ દિવસ અને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે

0
270

  • આદિવાસી ભવન ખાતે….આદિવાસી વિકાસ સંગઠન દ્વારા દાનહના મુક્તિ દિવસ અને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે

પ્રદેશના અસ્તિત્વ અને ચૂંટાયેલા જનપ્રતિનિધીઓની ગરિમાનું હનન થઇ રહ્યું હોવાથી આ નિર્ણય લેવાયો : કલાબેન ડેલકર

▪️અભિનવ ડેલકરે પ્રદેશના સ્વાભિમાન અને હિતોના રક્ષણ માટે બધાંને એક મંચ પર આવવા આહ્વાન કર્યું.
▪️મોહન ડેલકરના વિશાળ સંગઠનને અસરકારક રીતે જાળવી રાખવાની નૈતિક જવાબદારી દર્શાવવામાં આવી.

દાદરા નગર હવેલીના મુક્તિ દિવસ 2જી ઓગષ્ટ અને વિશ્વ આદિવાસી દિવસ 9 ઓગષ્ટની ઉજવણીના ભાગરૂપે આદિવાસી ભવન ખાતે સાંસદ કલાબેન ડેલકર અને શિવસેના પ્રદેશ પ્રમુખ અભિનવ ડેલકરના વડપણ હેઠળ એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં દરેક પંચાયતના ચૂંટાયેલા જનપ્રતિનિધીઓ,મુખ્ય કાર્યકર્તાઓ અને આ.વિ.સં. ના કાર્યકરોએ ઉપસ્થિત રહીને દાનહના મુક્તિ દિવસ અને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ધામધૂમથી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

સાંસદ કલાબેન ડેલકરે ઉપસ્થિત કાર્યકર્તાઓના માધ્યમથી જાણકારી આપતા જણાવ્યું હતું કે, પ્રદેશમાં છેલ્લા કેટલાક સમયથી પ્રદેશના અસ્તિત્વ અને ચૂંટાયેલા જનપ્રતિનિધીઓની ગરિમાંનું હનન થઈ રહ્યું છે જેથી હવે પ્રદેશની જનતાએ સંગઠિત થવાનો સમય આવી ગયો છે. લોકશાહી ઢબે આપણાં હક્ક, અધિકારોને પ્રાપ્ત કરવામાં કંઈ ખોટું પણ નથી.

અભિનવ ડેલકર જણાવ્યું છે કે, મારા પિતાશ્રી અને પ્રદેશના લોકપ્રિય નેતા મોહનભાઈ ડેલકરે આદિવાસી વિકાસ સંગઠન નામના વિશાળ સંગઠનને જે રીતે 35 વર્ષ સુધી અસરકારક રીતે જાળવી રાખ્યું હતું તો હવે અમારી નૈતિક જવાબદારી બને છે કે તેઓના ચિંધ્યા માર્ગે આગળ વધીએ. આજે આ સંગઠનમાં લોકોનો વિશ્વાસ અકબંધ છે તેની અમોને ખુશી છે. પ્રદેશના અસ્તિત્વ અને હિતોના રક્ષણ માટે મુક્તિ દિવસ અને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમમાં પધારવા માટે સાંસદ કલાબેન ડેલકર અને અભિનવ ડેલકરે પ્રદેશના આદિવાસી અગ્રણીઓ, આદિવાસી- બિન આદિવાસીઓના તમામ નાના- મોટા સંગઠનો, સમાજિક સંસ્થાઓ સહિત તમામ જાતિ, ધર્મ અને સમુદાયના લોકોને એક મંચ પર આવવા માટે આહ્વાન કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here