વલસાડ જિલ્લાના આદિવાસી ક્ષેત્રમાં કપરાડાની ખાતુનિયા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રીની સહાય કરાઈ
“શિક્ષણ એ જ કલ્યાણ”ના ઉદેશ્યને સાર્થક કરવા માટે ધ ગૃપ ઓફ હેલ્પિંગ ફ્રેન્ડસના નવયુવાનો પોતાની કમાણીમાંથી નાની નાની બચત કરી સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે. જેના ભાગરૂપે આ ગૃપ દ્વારા વલસાડ જિલ્લાના આદિવાસી એવા કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ખાતુનિયા ગામની પ્રાથમિક શાળામાં ધો. 1 થી 8ના તમામ બાળકોને દફતર, નોટબુક, પેન્સિલ, રબર, સંચો, બોલપેન, પાઉચ, પારલે બિસ્કિટ અને છત્રીનું વિતરણ કર્યું હતું. બાળકોને શિક્ષણ ઉપયોગી જરૂરી ચીજ વસ્તુઓ મળતા તેઓના ચહેરા ખુશીથી ચમકી ઉઠ્યા હતા.